________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૭૭ કરીને, જે પ્રકારે તેનો ભય ઓછો થાય તે પ્રકારે તેને આહાર, ઔષધ વગેરેનું દાન આપે છે. પોતાના આત્માનો ભય ટાળ્યો છે ને બીજાને અભય દેવાનો શુભભાવ આવે છે- આવી શ્રાવકની ભૂમિકા છે. પોતાનો જ ભય જેણે ટાળ્યો નથી તે બીજાનો ભય ક્યાંથી મટાડશે? અજ્ઞાનીનેય જોકે કરણાભાવ આવે ને દાનનો ભાવ આવે, તેમાં તેને પણ શુભભાવ છે, પણ જ્ઞાની જેવો ઉત્તમ પ્રકાર તેને હોતો નથી.
જાઓ. કેટલાક જીવો અસંયમી જીવો પ્રત્યે દયા-દાનના પરિણામને પાપ મનાવે છે. તે તો અત્યંત વિપરીતતા છે. ભૂખ્યાને કોઈ ખવડાવે, તરસ્યાને પાણી પાય, દુષ્કાળ હોય, ગાયો ઘાસ વગરે મરતી હોય ને કોઈ દયાભાવથી તેને લીલું ઘાસ ખવડાવે, તો તેથી કાંઈ તેને પાપ નથી, એના દયાના ભાવ છે તે પુણ્યનું કારણ છે. જીવદયાના ભાવમાં પાપ મનાવે એને તો ઘણી વિપરીતતા છે. ધર્મ ચીજ તો હજી જાદી છે, પણ આને તો પુણ્ય ને પાપ વચ્ચેનો ય વિવેક નથી.
એવી રીતે કોઈ જીવો પંચેન્દ્રિય વગેરે જીવોની હિંસા કરીને તેમાં ધર્મ મનાવે છે –એ તો મહાન પાપી છે. એવા હિંસામાર્ગને જિજ્ઞાસુ કદી માને નહિ. એક પણ જીવને હણવાનો કે દુ:ખી કરવાનો ભાવ ધર્મી શ્રાવકને હોય નહીં. અરે, વીતરાગમાર્ગને સાધવા આવ્યો એનાં પરિણામ તો કેટલા કોમળ હોય! પદ્મનંદસ્વામી તો કહે છે કે મારા નિમિત્તે કોઈ પ્રાણીને દુ:ખ ન થાઓ. કોઈને મારી નિંદાથી કે મારા દોષનું ગ્રહણ કરવાથી સંતોષ થતો હોય તો એ રીતે પણ તે સુખી થાઓ; કોઈને આ દેવું જોઈતો હોય તો દેહ લઈને પણ તે સુખી થાઓ-એટલે કે અમારા નિમિત્તે કોઈને ભય ન હો, દુઃખ ન હો. એટલે કે અમને કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધ ન હો... એમ પોતે પોતાના વીતરાગભાવમાં રહેવા માંગે છે. ત્યાં તો ચારિત્રવંત મુનિની મુખ્યતાથી વાત છે, તેમાં ગૌણપણે શ્રાવક પણ આવી જાય છે, કેમકે શ્રાવકને પણ પોતાની ભૂમિકા અનુસાર એવી જ ભાવના હોય છે. સામા જીવો પોતપોતાના ગુણ-દોષને કારણે અભયપણું પામો કે ન પામો-એ વસ્તુ એમને આધીન છે, પણ અહીં જ્ઞાનીને પોતાના ભાવમાં બધા જીવો પ્રત્યે અભય દેવાની વૃત્તિ છે. અમારો કોઈ શત્રુ નથી, અમે કોઈના શત્રુ નથી-એવી ભાવનામાં જ્ઞાનીને અનંતાનુબંધી કષાયોનો તદ્દન અભાવ છે. તે ઉપરાંત બીજા રાગ-દ્વેષાદિની પણ ઘણી મંદતા થઈ ગઈ છે; ને શ્રાવકને તો (પંચમ ગુણસ્થાને) એથી પણ ઘણો જ રાગ ટળી ગયો છે, ને હિંસાદિના પરિણામ છૂટી ગયા છે. –આ રીતે શ્રાવકના દેશવ્રતનું આ પ્રકાશન છે.
આત્માનો ચિદાનંદસ્વભાવ, તદ્દન રાગરહિત છે તે જેણે શ્રદ્ધામાં લીધો છે. અથવા તો શ્રદ્ધામાં લેવા માંગે છે એવા જીવને રાગની કેટલી મંદતા હોય, દેવ-ગુરુધર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com