________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૯૩
[૧૫]
પાત્રદાનમાં વપરાય એ જ સાચું ધન છે
દેવ-ગુરુ-ધર્મના પ્રસંગમાં વારંવાર દાન કરવાથી ધર્મના સંસ્કાર તાજા રહ્યા કરે છે ને ધર્મની રુચિનું વારંવાર ઘોલન થતાં આગળ વધવાનું કારણ થાય છે. જે જીવ પા૫કાર્યમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મકાર્યમાં કંજુસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ સંસાર કરતાં વધારે ઉત્સાહથી ધર્મકાર્યોમાં વર્તે છે.
ગૃહસ્થનું જે ધન પાત્રદાનમાં વપરાય તે જ સફળ છે એમ કહીને દાનની પ્રેરણા આપે છે
पात्राणामुपयोगी यत्किल धनं तत्धीमतां मन्यते येनानंतगुणं परत्र सुखदं व्यावर्तते तत्पुनः। यद्भोगाय गतं पुनर्धनयतः तन्नष्टमेव ध्रुवं सर्वासामिति सम्पदां गृहवतां दानं प्रधानं फलम्।।
જે ધન સત્પાત્રદાનના ઉપયોગમાં આવે છે તે ધનને જ બુદ્ધિમાનો ખરેખર ધન સમજે છે, કેમકે સત્પાત્રમાં વપરાયેલું તે ધન પરલોકમાં અનંતગણું થઈને સુખ આપશે. પરંતુ જે ધન ભોગાદિ પાપકાર્યોમાં વપરાય છે તે તો ચોક્કસપણે નષ્ટ થઈ જાય છે. આ રીતે પાત્રદાન એ જ ગૃહસ્થની સમસ્ત સંપદાનું ઉત્તમ ફળ છે એમ સમજવું.
જાઓ, આવું સમજે એને પાપપરિણામ કેટલા ઓછા થઈ જાય ! ને પુણ્યપરિણામ કેટલા વધી જાય ! અને છતાં ધર્મ તો એનાથી પણ જુદી ત્રીજી જ વસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com