________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪)
(શ્રાવકધર્મપ્રકાશ
છે. ભાઈ, પાપ ને પુણ્ય વચ્ચે તો વિવેક કર, કે સંસારના ભોગાદિને માટે જે કરું તો મને પાપબંધનું કારણ છે; ને ધર્મપ્રસંગમાં, ધર્માત્માના બહુમાન વગેરેને માટે જે કરું તે પુણ્યનું કારણ છે, ને તેના ફળમાં પરલોકમાંય એવી સંપદા મળશે પણ ધર્માત્મા તો એ સંપદાને પણ છોડી, મુનિ થઈ, રાગરહિત એવા કેવળજ્ઞાનને સાધીને મોક્ષ પામશે. આમ ત્રણેનો વિવેક કરીને ધર્મો જીવ મુનિદશા ન થઈ શકે ત્યાં સુધી ગૃહસ્થપણામાં પાપથી બચીને દાનાદિ શુભકાર્યોમાં પ્રવર્તે છે.
શ્રી પદ્મનંદીસ્વામીએ દાનનો ખાસ જુદો અધિકાર પણ વર્ણવ્યો છે. (તેના ઉપ૨ પણ અનેકવાર પ્રવચનો થઈ ગયાં છે.) ભાઈ! સ્ત્રી આદિ માટે તું જે ધન ખર્ચે છે તે તો વ્યર્થ છે, પુત્ર-પુત્રીના લગ્ન વગેરેમાં ગાંડો થઈને ધન વાપરે છે તે તો વ્યર્થ છે, માત્ર વ્યર્થ નહિ પણ ઉલટું પાપનું કારણ છે. તેને બદલે હૈ ભાઈ! જિનમંદિર માટે, વીતરાગી શાસ્ત્રોને માટે તથા ધર્માત્મા-શ્રાવક-સાધર્મી વગેરે સુપાત્રોને માટે તારી જે લક્ષ્મી વપરાય તે ધન્ય છે. લક્ષ્મી તો જોકે જડ છે પણ તેના દાનનો જે ભાવ છે તે ધન્ય છે એમ સમજવું, કેમકે સત્કાર્યમાં જે લક્ષ્મી ખરચાણી તેનું ફળ અનંતગણું આવશે. એની દૃષ્ટિમાં ધર્મની પ્રભાવનાનો ભાવ છે એટલે આરાધક-ભાવથી પુણ્યનો રસ અનંતો વધી જાય છે. નવ દેવ કહ્યા છે-પાંચ પરમેષ્ઠી, જિનમંદિર, જિનબિંબ, જિનવાણી અને જિનધર્મ-આ નવે પ્રકારના દેવ પ્રત્યે ધર્મીને ભક્તિનો ઉલ્લાસ આવે છે. જે જીવ પાપકાર્યોમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મકાર્યોમાં કંજુસાઈ કરે છે, તો તે જીવને ધર્મનો સાચો પ્રેમ નથી; ધર્મ કરતાં સંસારનો પ્રેમ એને વધારે છે. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ પોતાની લક્ષ્મી સંસાર કરતાં વધારે ઉત્સાહપૂર્વક ધર્મકાર્યોમાં વાપરે છે.
ભાઈ! એક તો લક્ષ્મી મેળવવા માટે તેં અનેક પ્રકારે લોભ, કુટિલતા, કાળાબજાર, અસત્ય વગેરે પાપ કર્યા, અને પાછો તેનો ઉપયોગ પણ તું ભોગ વગરે અશુભકાર્યોમાં જ કરે છે-તો તો તને ઉલટું પાપ બંધાય છે ને તારી લક્ષ્મી પણ નકામી જાય છે. માટે ઉત્તમદાનાદિ સત્કાર્યમાં તું લક્ષ્મીનો ઉપયોગ કર જેથી તારાં પાપ છૂટે ને લક્ષ્મીનું ઉત્તમ ફળ મળે, એટલે કે પરલોકમાંય તને સ્વર્ગાદિ સંપદા મળશે. અહીં પુણ્યનું ઉત્તમ ફળ બતાવવા સ્વર્ગસુખની વાત કરી છે, ધર્મીને કાંઈ સ્વર્ગના વૈભવની ભાવના નથી.
અરે, ચૈતન્યને સાધવા માટે જ્યાં સર્વસંગપરિત્યાગી મુનિ થવાની ભાવના હોય, ત્યાં લક્ષ્મીનો મોહ ન ઘટે એ કેમ બને? લક્ષ્મીમાં, ભોગોમાં કે શરીરમાં સુખબુદ્ધિ ધર્મીને હોતી નથી. આત્માનું સુખ એણે જોયું છે એટલે વિષયસુખોની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com