________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
તૃષ્ણા તેને તૂટી ગઈ છે-જેમાં સુખ નહીં તેની ભાવના કોણ કરે ? ધર્માત્માના પરિણામ ઘણાં કૂણા હોય છે, તીવ્ર પાપભાવ એને હોતાં નથી.
(૯૫
આ રીતે
લોભીયાને માટે કાગડાનો દાખલો શાસ્ત્રકારે આપ્યો છે: બળેલી રસોઈના ઉકડિયા મળે ત્યાં કાગડો કો... કો... કરવા માંડ છે, ત્યાં અલંકારથી આચાર્ય કહે છે કે અરે, આ કાગડો પણ કો... કો... કરતો બીજા કાગડાને ભેગા કરીને ખાય છે, અને તું? રાગવડે તારા ગુણ દાઝયા ત્યારે પુણ્ય બંધાયા ને તેના ફળમાં આ લક્ષ્મી મળી, આ તારા ગુણના દાઝેલા ઉકડિયાને જો તું એકલો-એકલો ખા ને સાધર્મપ્રેમ વગેરેમાં તેનો ઉપયોગ ન કર, તો શું કાગડા કરતાંય તું નીચે ઊતરી ગયો ? માટે હૈ ભાઈ, પાત્રદાનનો મહિમા જાણીને તું તારી લક્ષ્મીનો સદુપયોગ કર.
પ્રધુમ્નકુમારે પૂર્વભવમાં ઔષઘદાન કરેલું તેથી તેમને કામદેવ જેવું રૂપ તથા અનેક ઋદ્ધિઓ મળી હતી; લક્ષ્મણની પટરાણી વિશલ્યાદેવીએ પૂર્વભવે એક અજગરને અભયદાન કરેલું તેથી તેને એવી ઋદ્ધિ મળી હતી કે તેના સ્નાનના પાણી વડે લક્ષ્મણ વગેરેની મૂર્છા ઊતરી ગઈ. વજંઘ અને શ્રીમતીની વાત પણ પ્રસિદ્ધ છે, તેઓ આહારદાન વડે ભોગભૂમિમાં ઉપજ્યા હતા ને ત્યાં મુનિરાજના ઉપદેશથી
સમ્યગ્દર્શન પામ્યા હતા; તેમના આહારદાનમાં અનુમોદન કરનારા ચારે જીવો (સિંહ, વાનર, નોળિયો ને ભૂંડ) પણ ભોગભૂમિમાં તેમની સાથે જ ઉપજ્યા ને સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com