________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૩૯
શ્રાવકધર્મપ્રકાશ )
અંતરથી ભક્તિનો ઉમળકો આવે છેઃ અહો, મારા નાથ! તમારા માટે હું શું-શું કરું? ક્યા પ્રકારે તમારી સેવા કરું! આવો ભાવ ભક્તને ઊછળ્યા વગર રહેતો નથી. છતાં તેની જેટલી હદ છે તેટલી તે જાણે છે. માત્ર તે રાગમાં ધર્મ માનીને રોકાઈ જતો નથી, ધર્મ તો અંતરના ભૃતાર્થસ્વભાવના અવલંબને છે-તે સ્વભાવને પ્રતીતમાં લીધો છે. આવા સમ્યગ્દર્શનસહિત મુનિધર્મ ન પાળી શકે તો શ્રાવકધર્મનું પાલન કરે તેનું આ વર્ણન છે.
શ્રાવકધર્મમાં છ કર્તવ્યને મુખ્ય કહ્યાં છે. એક જિનપૂજા, બીજું ગુરુસેવા ને ત્રીજું શાસ્ત્રસ્વાધ્યાય-એ ત્રણની વાત કરી. તે ઉપરાંત પોતાની ભૂમિકાને યોગ્ય સંયમ, તપ અને દાન પણ શ્રાવક હંમેશા કરે. વિષયોમાં સુખબુદ્ધિ તો પહેલેથી છૂટી ગઈ છે, તે ઉપરાંત વિષય-કષાયોમાંથી પરિણતિ પાછી વાળીને અંતરમાં એકાગ્રતાનો રોજરોજ અભ્યાસ કરે. મુનિરાજને તેમ જ સાધર્મીધર્માત્માને આહારદાન, શાસ્ત્રદાન વગેરેની ભાવના પણ રોજરોજ કરે. ભરતચક્રવર્તી જેવાય શ્રાવકપણામાં જમવા ટાણે રોજ ભક્તિથી મુનિવરોને યાદ કરે છે કે કોઈ મુનિરાજ પધા૨ે તો તેમને આહારદાન દઈને પછી હું જમું. મુનિરાજ પધારતાં અત્યંત ભક્તિપૂર્વક આહારદાન કરે છે. દાન વગ૨ના ગૃહસ્થપણાને નિષ્ફળ કહ્યું છે. જે પુરુષ મુનિ વગેરેને ભક્તિથી ચતુર્વિધદાન (આહાર-શાસ્ત્ર ઔષધ અને અભય એ ચાર પ્રકારના દાન) નથી દેતો તેનું ઘર તે ખરેખર ઘ નથી પણ તેને બાંધવા માટેનો બંધપાશ છે. –એમ દાનસંબંધી ઘણો ઉપદેશ પદ્મનંદીસ્વામીએ આપ્યો છે. (જુઓ ઉપાસકસંસ્કાર અધિકાર ગાથા ૩૧ થી ૩૬) શ્રાવકની ભૂમિકામાં ચૈતન્યની દષ્ટિ સહિત આવા છ કાર્યોનાં ભાવ સહજ હોય છે.
‘શ્રાવકધર્મપ્રકાશ ’ એટલે કે ગૃહસ્થાશ્રમમાં સમ્યક્ત્વપૂર્વક ધર્મનો પ્રકાશ થઈને વૃદ્ધિ થાય તેનું આ વર્ણન છે. પ્રથમ તો સમ્યગ્દર્શનની દુર્લભતા બતાવી. આમ તો સમ્યગ્દર્શન સદાકાળ દુર્લભ છે, તેમાં પણ અત્યારે તો તેની સાચી વાત સાંભળવા મળવી પણ દુર્લભ થઈ ગઈ છે. અને સાંભળવા મળે તોપણ ઘણા જીવોને તેની ખબર પડતી નથી. અહીં કહે છે કે આવું દુર્લભ સમ્યગ્દર્શન પામીને ઉત્તમ પુરુષોએ મુનિધર્મ અંગીકાર કરવો, વૈરાગ્યસ્વરૂપમાં રમણતા વધારવી.
પ્રશ્ન:- શાસ્ત્રમાં તો કહ્યું છે કે પહેલાં મુનિદશાનો ઉપદેશ દેવો. તમે તો પહેલાં સમ્યગ્દર્શનનો ઉપદેશ આપીને પછી મુનિદશાની વાત કરો છો? સમ્યગ્દર્શન વગર મુનિપણું હોય જ નહિ એમ કહો છો !
ઉત્તર :- એ બરાબર છે; શાસ્ત્રમાં પહેલાં મુનિપણાનો ઉપદેશ દેવાની જે વાત કરી છે, તે તો શ્રાવકપણું ને મુનિપણું એ બેની અપેક્ષાએ પહેલાં મુનિપણાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com