________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦)
(શ્રાવકધર્મપ્રકાશ વાત કરી છે, પણ કાંઈ સમ્યગ્દર્શન પહેલાં મુનિપણું લઈ લેવાની વાત નથી કરી. સમ્યગ્દર્શન વગર તો મુનિધર્મ કે શ્રાવકધર્મ હોતો જ નથી. તેથી પહેલાં સમ્યગ્દર્શનની મૂળ વાત કરીને પછી મુનિધર્મ ને શ્રાવકધર્મની વાત કરી છે. (શાસ્ત્રમાં આવે છે કે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવોમાં દેશસંયમ કરતાં સીધું મુનિપણું લેનારા જીવો વધુ હોય છે.)
ભાઈ, આવું મનુષ્યપણું પામીને સમ્યકત્વસહિત જો મુનિદશા થાય તો કરજે, તે તો ઉત્તમ છે, ને જો એટલું તારી શક્તિની હીનતાથી ન થઈ શકે, તો શ્રાવકધર્મના પાલન વડે મનુષ્યભવની સાર્થકતા કરજે. આવો મનુષ્યઅવતાર ફરીફરી મળવો દુર્લભ છે. આ શરીર ક્ષણમાં ફૂ થઈને તેનાં રજકણો હવામાં ઊડી જશે.
રજકણ તારાં રખડશે જેમ રખડતી રેત,
પછી નરભવ પામીશ ક્યાં? ચેત ચેત નર ચેત! જેમ એક ઝાડ લીલુંછમ હોય તે બળીને ભસ્મ થઈ જાય ને તેની રાખ હવામાં ચારેકોર ઊડી જાય; પછી ફરીને તે ઝાડનાં તે જ રજકણો ભેગાં થઈને ફરીને તે જ સ્થળે તેવા જ ઝાડરૂપે પરિણમે-એ કેવું દુર્લભ છે! મનુષ્યપણું તો એના કરતાંય દુર્લભ છે.-માટે એને તું ધર્મસેવન વગર વિષય-કષાયોમાં વેડફી ન નાંખ.
જિનદર્શન વગેરે છ કાર્યો શ્રાવકને દરરોજ હોય છે. અહીં સમ્યગ્દર્શન સહિત શ્રાવકની મુખ્ય વાત છે; સમ્યગ્દર્શન પહેલાં જિજ્ઞાસુભૂમિકામાં પણ ગૃહસ્થને જિનદર્શન-પૂજા-સ્વાધ્યાય વગેરે કાર્યો હોય છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખે નહિ, તેની ઉપાસના કરે નહિ તે તો વ્યવહારથી પણ શ્રાવક ન કહેવાય.
પ્રશ્ન- દેવ-ગુરુ-શાસ્ત્ર તરફનો ભાવ એ તો પરાશ્રિતભાવ છે ને?
ઉત્તર- એમાં ભેગો પોતાને ધર્મનો પ્રેમ પોષાય છે. સંસાર સંબંધી સ્ત્રીપુત્ર-શરીર-વેપાર વગેરે તરફનો ભાવ તેમાં તો પાપનું પોષણ છે, તેની દિશા બદલીને ધર્મના નિમિત્તો તરફનો ભાવ આવે તેમાં તો રાગની મંદતા થાય છે તથા ત્યાં સાચી ઓળખાણનો ને સ્વાશ્રયનો અવકાશ છે. ભાઈ, પરાશ્રયભાવ તો પાપ અને પુણ્ય બને છે, પણ ધર્મના જિજ્ઞાસુને પાપ તરફનું વલણ છૂટીને ધર્મના નિમિત્તરૂપ દેવ-ગુરુ-ધર્મ તરફ વલણ જાય છે. એનો વિવેક ન કરે ને સ્વદે પાપમાં પ્રવર્તે કે કુવાદિને માને એને તો ધર્મી થવાની પાત્રતા પણ નથી.
સર્વજ્ઞ કેવા હોય, તેના સાધક ગુરુ કેવા હોય, તેમની વાણીરૂપ શાસ્ત્ર કેવાં હોય, તે શાસ્ત્રોમાં આત્માનો સ્વભાવ કેવો બતાવ્યો છે, –તેના અભ્યાસનો રસ હોવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com