________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૪૧
જોઈએ. સત્શાસ્ત્રોની સ્વાધ્યાય જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. લૌકિક નોવેલ ને ચોપાનિયાં વાંચે તેમાં તો પાપભાવ છે; જેને ધર્મનો પ્રેમ હોય તેને રોજરોજ નવાનવા વીતરાગી શ્રુતની સ્વાધ્યાયનો ઉત્સાહ હોય. લક્ષમાં તો છે કે જ્ઞાન મારા સ્વભાવમાંથી આવે છે, પણ એ સ્વભાવમાં એકાગ્ર નથી રહેવાતું ત્યારે શાસ્ત્રસ્વાધ્યાય દ્વારા વારંવાર તેનું ધોલન કરે છે. સર્વાર્થસિદ્ધિના દેવો ૩૩ સાગરોપમ સુધી તત્ત્વચર્ચા કરે છે. એ બધાય દેવોને આત્માનું ભાન છે, એક ભવે મોક્ષ જવાના છે, બીજું કાંઈ કામ (વેપારધંધો કે રસોઈપાણી ) તેમને નથી. ૩૩ સાગરોપમ એટલે અસંખ્યાત વર્ષો સુધી ચર્ચા કરતાં ય જેનું રહસ્ય પૂરું ન થાય એવું ગંભી૨ શ્રુતજ્ઞાન છે, તેના અભ્યાસનો ઘણો પ્રેમ ધર્મીને હોય; જ્ઞાનનો રસ હોય. ચોવીસે કલાક એકલી વિકથામાં કે વેપારધંધાના પરિણામમાં રચ્યો રહે ને જ્ઞાનના અભ્યાસમાં જરાય રસ ન લ્યુ-એ તો પાપમાં પડેલા છે. ધર્મી શ્રાવકને તો જ્ઞાનનો કેટલો રસ હોય !
પ્રશ્ન:- પણ શાસ્ત્રઅભ્યાસમાં અમારી બુદ્ધિ ન ચાલે તો ?
ઉત્ત૨:- એ બહાનું ખોટું છે. હા, કદાચ ન્યાય-વ્યાકરણ કે ગણિત જેવી બાબતમાં બુદ્ધિ ન ચાલે, પણ જો આત્માની સમજણનો પ્રેમ હોય તો શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ શું કહ્યું છે, તેને ધર્મ કઈ રીતે થાય-એ બધું કેમ ન સમજાય? ન સમજાય ત્યાં ગુરુગમે કે સાધર્મીને પૂછીને સમજવું જોઈએ; પણ પહેલેથી ‘ નહિ સમજાય ' એમ કહીને શાસ્ત્રનો અભ્યાસ જ છોડી ધે એને તો જ્ઞાનનો પ્રેમ નથી.
,
સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક સેવા-પૂજા, સન્ત-ગુરુ-ધર્માત્માની સેવા, સાધર્મીનો આદર-એ શ્રાવકને જરૂર હોય છે. ગુરુસેવા એટલે ધર્મમાં જે વડીલો છે, ધર્મમાં જે મોટા છે ને ઉપકારી છે તેમના પ્રત્યે વિનય-બહુમાનનો ભાવ હોય છે. શાસ્ત્રનું શ્રવણ પણ વિનયપૂર્વક કરે. પ્રમાદપૂર્વક કે હાથમાં પંખો લઈને હવા ખાતાં ખાતાં શાસ્ત્ર સાંભળે તો તે અવિનય છે. શાસ્ત્ર સાંભળવાના પ્રસંગે વિનયથી
ધ્યાનપૂર્વક એનું જ લક્ષ રાખવું જોઈએ. આ ઉપરાંત ભૂમિકાને યોગ્ય રાગ ઘટાડીને સંયમ તપ ને દાન પણ શ્રાવક હંમેશાં કરે, આ ઉપરાંત શ્રાવકને વ્રત કેવાં હોય તે
હવેની ગાથામાં કહેશે.
આ શુભકાર્યોમાં કાંઈ રાગને આદરવાનું નથી બતાવવું; પણ ધર્માત્માને શુદ્ધદષ્ટિપૂર્વક કઈ ભૂમિકામાં રાગની કેટલી મંદતા હોય તે બતાવવું છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્માના કેડાયત, વનમાં વસનારા વીતરાગી સન્ત ૯૦૦ વર્ષ પહેલાં થયેલા પદ્મનંદીમુનિરાજે આ શ્રાવકધર્મનો પ્રકાશ કર્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com