________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૯
શ્રાવકધર્મપ્રકાશ) એવી અંતરદૃષ્ટિમાં તો સર્વ પરિગ્રહ છૂટેલો જ છે, પણ ચારિત્ર અપેક્ષાએ હજી ગૃહસ્થને સર્વ પરિગ્રહું છૂટયો નથી. મિથ્યાત્વનો પરિગ્રહું છૂટયો છે ને બીજા પરિગ્રહની મર્યાદા થઈ ગઈ છે. આ રીતે પાંચ અણુવ્રત ગૃહી-શ્રાવકને હોય છે; તથા દિગ્ગત દેશવ્રત અને અનર્થદંડના ત્યાગરૂપ વ્રત એ ત્રણ ગુણવ્રત હોય છે ને સામાયિક, પ્રૌષધોપવાસ, દાન અર્થાત અતિથિસંવિભાગ અને ભોગોપભોગપરિમાણ એ ચાર શિક્ષાવ્રત હોય છે. આ પ્રમાણે શ્રાવકને બાર વ્રત હોય છે. આ વ્રત પુણ્યનો હેતુ છે-એ વાત પાંચમી ગાથામાં કહી ગયા છે.
ચાર અનંતાનુબંધી અને ચાર અપ્રત્યાખ્યાની એ આઠ કષાયના અભાવથી શ્રાવકને સમ્યકત્વપૂર્વક જેટલી શુદ્ધતા પ્રગટી છે તેટલો મોક્ષમાર્ગ છે; આવો મોક્ષમાર્ગ પ્રગટયો હોય ત્યાં ત્રસહિંસાના પરિણામ હોતાં નથી. આત્મા પરજીવને મારી શકે કે જીવાડી શકે એવી બહારની ક્રિયાના કર્તુત્વની આ વાત નથી, પણ અંદર એવા હિંસાના પરિણામ જ તેને થતા નથી. દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની મર્યાદા પોતાની વસ્તુના પ્રવર્તનમાં જ છે, કોઈ પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પરમાં પ્રવર્તન થતું નથી. - આવા વસ્તુસ્વરૂપના ભાનપૂર્વક અંદરમાં કંઇક સ્થિરતા થાય ત્યારે વ્રત હોય; ને તેને શ્રાવકપણું કહેવાય. આવા શ્રાવકને ત્રસહિંસાનો તો સર્વથા ત્યાગ હોય, ને સ્થાવરહિંસાની પણ મર્યાદા હોય. –એવું અહિંસાવ્રત હોય છે.
એ જ રીતે સત્યના ભાવ હોય ને અસત્યનો ત્યાગ હોય, ચોરીનો ત્યાગ હોય; પરસ્ત્રીનો ત્યાગ હોય ને સ્વસ્ત્રીમાં સંતોષ, અને તે પણ શુદ્ધ હોય ત્યારે, એટલે કે ઋતુમતી-અશુદ્ધ હોય ત્યારે તેનો પણ ત્યાગ, -આ પ્રકારનું એકદેશ બ્રહ્મચર્ય હોય; તથા પરિગ્રહની કંઈક મર્યાદા હોય; આ પ્રમાણે શ્રાવકને પાંચ અણુવ્રત હોય છે.
પાંચ અણુવ્રત ઉપરાંત શ્રાવકને ત્રણ ગુણવ્રત પણ હોય છે:પ્રથમ દિગ્ગત એટલે દશે દિશામાં અમુક મર્યાદા સુધી જ ગમન કરવાની
જીવનપર્યત પ્રતિજ્ઞા કરવી તે; બીજુ દેશવ્રત એટલે, દિગ્ગતમાં જે મર્યાદા બાંધી છે તેમાં પણ અમુક કાળ
સુધી અમુક ક્ષેત્રની બહાર ન જવાનો નિયમ કરવો તે; ત્રીજો અનર્થદંડ પરિત્યાગવત એટલે વગર પ્રયોજને પાપકાર્ય કરવાનો ત્યાગ;
તેના પાંચ પ્રકાર-અપધ્યાન, પાપનો ઉપદેશ, પ્રમાદચર્યા, જેનાથી હિંસા થાય એવા શસ્ત્ર વગેરેનું દાન અને દુઃશ્રુતિ-જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય એવી દુષ્ટ કથાઓનું શ્રવણ, તે ન કરે. આ રીતે શ્રાવકને ત્રણ ગુણવ્રત હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com