________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦)
(શ્રાવકધર્મપ્રકાશ વળી ચાર શિક્ષાવ્રત હોય છેસામાયિક- એટલે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક દરરોજ પરિણામને અંતરમાં
એકાગ્ર કરવાનો અભ્યાસ કરે. પ્રૌષધઉપવાસ- આઠમ-ચૌદસના દિવસોમાં શ્રાવક ઉપવાસ કરીને પરિણામને વિશેષ એકાગ્ર કરવાનો પ્રયોગ કરે. બધો આરંભ છોડીને ધર્મધ્યાનમાં જ
આખો દિવસ વ્યતીત કરે. દાન- પોતાની શક્તિ અનુસાર યોગ્યવસ્તુનું દાન કરે; આહારદાન, શાસ્ત્રદાન,
ઔષધદાન, અભયદાન-એ પ્રમાણે ચાર પ્રકારનાં દાન શ્રાવક કરે. તેનું વિશેષ વર્ણન આગળ કરશે. અતિથિ પ્રત્યે એટલે મુનિ કે ધર્માત્મા શ્રાવક પ્રત્યે બહુમાનપૂર્વક આહારદાનાદિ કરે, શાસ્ત્રો આપે, જ્ઞાનનો પ્રચાર કેમ
વધે-એવી ભાવના તેને હોય. આને અતિથિસંવિભાગવત પણ કહેવાય છે. ભોગોપભોગપરિમાણવ્રત- એટલે ખાવાપીવાની વગેરે જે વસ્તુ એકવાર
ઉપયોગમાં આવે તેને ભોગસામગ્રી કહેવાય, ને વસ્ત્રાદિ જે સામગ્રી વારંવાર ઉપયોગમાં આવે તેને ઉપભોગસામગ્રી કહેવાય, તેનું પ્રમાણ કરે, મર્યાદા કરે. તેમાંથી સુખબુદ્ધિ તો પહેલેથી છૂટી ગઈ છે કેમકે જેમાં સુખ માને તેની મર્યાદા ન હોય.
આ રીતે પાંચ અણુવ્રત ને ચાર શિક્ષાવ્રત-એ પ્રમાણે બાર વ્રત શ્રાવકને હોય છે. આ વ્રતોમાં જે શુભવિકલ્પ છે તે તો પુણ્યબંધનું કારણ છે ને તે વખતે જેટલી શુદ્ધતા વર્તે છે તે સંવર-નિર્જરા છે. જ્ઞાયક આત્મા રાગના એક અંશનોય કર્તા નથી, ને રાગના એક અંશથી તેને લાભ નથી–એવું ભાન ધર્મીને વર્તે છે. જો જ્ઞાનમાં રાગનું કર્તુત્વ માને કે રાગથી લાભ માને તો મિથ્યાત્વ છે. સમ્યકત્વપૂર્વકના શુભરાગમાં પાપથી બચ્યો તેટલો લાભ કહેવાય, પણ ધર્મનો લાભ તે શુભરાગમાં નથી. ધર્મનો લાભ તો જેટલો વીતરાગભાવ થયો તેટલો જ છે. સમ્યત્વ સહિત અંશે વીતરાગભાવપૂર્વક શ્રાવકપણું શોભે છે.
ભાઈ, આત્માના ખજાના ખોલવા માટે આવો અવસર મળ્યો, તેમાં વિકથામાં, કૂથલીમાં ને પાપાચારમાં વખત ગુમાવવાનું કેમ પાલવે? સર્વજ્ઞપરમાત્માએ કહેલો આત્માનો શુદ્ધસ્વભાવ લક્ષમાં લઈને વારંવાર તેને અનુભવવાનો ને તેમાં એકાગ્રતાનો અખતરો કર. લોકોમાં મમતાવાળા જીવો ભોજનાદિ સર્વપ્રસંગે સ્ત્રીપુત્રાદિને મમતાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com