________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૪૫
[ ૨૬]
મોક્ષની સાધના સહિત જ અણુવ્રતાદિની
સફળતા
હે ભવ્ય! તારું સાધ્ય મોક્ષ છે; એટલે વ્રત કે મહાવ્રતના પાલનમાં તે-તે પ્રકારની અંતરંગશુદ્ધિ વધતી જાયને મોક્ષમાર્ગ સઘાતો જાય છે તે લક્ષમાં રાખજે. મોક્ષના ધ્યેયને ચૂકીને જે કાંઈ કરવામાં આવે તે તો દુ:ખ ને સંસારનું જ કારણ છે.
ધર્મી જીવને મોક્ષનું જ સાધ્યપણું છે; મોક્ષરૂપ સાધ્યને ભૂલીને જે બીજાને આદરે છે તેના વ્રતાદિ પણ સંસારનું જ કારણ થાય છે-એમ હવે કહે છે
भव्यानामणुभिव्रतैरनणुभिः साध्योत्र मोक्षः परं नान्यतकिंचिदिहैव निश्चयनयात् जीवः सुखी जायते। सर्वं तु व्रतजातमिदृशधिया साफल्यमेत्यन्यथा
संसाराश्रयकारणं भवति यत् तत्दुःखमेव स्फुटम्।।२६।। અહીં ભવ્ય જીવને અણુવ્રત કે મહાવ્રત વડે માત્ર મોક્ષ જ સાધ્ય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પણ સાધ્ય નથી; કેમ કે નિશ્ચયનયથી મોક્ષમાં જ જીવ સુખી થાય છે. આવી બુદ્ધિથી એટલે કે મોક્ષની બુદ્ધિથી જે વ્રતાદિ કરવામાં આવે તે સર્વે સફળ છે; પરંતુ આ મોક્ષરૂપ ધ્યેયને ભૂલીને જે વ્રતાદિ કરવામાં આવે તે તો સંસારનું કારણ છે ને દુઃખ જ છે.
જુઓ, અધિકાર પૂરો કરતાં છેલ્લે સ્પષ્ટતા કરે છે કે ભાઈ, અમે શ્રાવકના ધર્મ તરીકે પૂજા–દાન વગેરે અનેક પ્રકારના શુભભાવોનું વર્ણન કર્યું તથા અણુવ્રત વગેરેનું વર્ણન કર્યું પરંતુ તેમાં જે શુભરાગ છે તેને તું સાધ્ય ન માનીશ, તેને ધ્યેય ન માનીશ, ધ્યેય અને સાધ્ય તો સંપૂર્ણ વીતરાગભાવરૂપ મોક્ષ જ છે, ને તે જ પરમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com