________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬)
(શ્રાવકધર્મપ્રકાશ સુખરૂપ છે. ધર્મીની દષ્ટિ-રુચિ રાગમાં નથી, એને તો મોક્ષને સાધવાની જ ભાવના છે; ખરું સુખ મોક્ષમાં જ છે. રાગમાં કે પુણ્યના ફળમાં કાંઈ સુખ નથી. માટે હું ભવ્ય! વ્રત કે મહાવ્રતના પાલનમાં તે તે પ્રકારની અંતરંગશુદ્ધિ વધતી જાય ને મોક્ષમાર્ગ સધાતો જાય-તે તું લક્ષમાં રાખજે. શુદ્ધતાની સાથે સાથે જે વ્રત-મહાવ્રતનાં પરિણામ હોય તે મોક્ષનું નિમિત્ત છે, પરંતુ જરાપણ શુદ્ધતા જેને પ્રગટી નથીને એકલા રાગની ભાવનામાં જ જે રોકાઈ ગયો છે એનું તો વ્રતાદિનું પાલન પણ સંસારનું કારણ થાય છે ને તે દુઃખ જ પામે છે. આ રીતે મોક્ષમાર્ગ સહિતના યથાર્થ વ્રત-મહાવ્રત સમ્યગ્દષ્ટિને જ હોય છે એ વાત આમાં આવી ગઈ. વચ્ચે વ્રતનાં પરિણામ આવશે, એનાથી પુણ્ય ઊંચી જાતના બંધાશે ને. દેવલોકના અચિંત્ય વૈભવ મળશે-પણ હે મોક્ષાર્થી! તું એની કોઈની રુચિ કે ભાવના કરીશ મા, ભાવના તો મોક્ષની જ કરજે કે ક્યારે આ રાગ તોડું ને કયારે મોક્ષદશા પામ્! કેમકે મોક્ષમાં જ આત્મિક સુખ છે, સ્વર્ગના વૈભવમાં સુખ નથી, ત્યાં પણ આકુળતાના અંગારા છે. ધર્મીને પણ સ્વર્ગમાં જેટલો રાગ ને વિષયતૃષ્ણાના ભાવ છે તેટલો કલેશ છે, ધર્મીને તેનાથી છૂટવાની ભાવના છે. આવી ભાવનાથી મોક્ષને અર્થે જે વ્રત-મહાવ્રતનું પાલન કરવામાં આવે તે સર્વ સફળ છે ને આનાથી ઉલટી સંસારના સ્વર્ગાદિના સુખની ભાવનાથી જે કાંઈ કરવામાં આવે તે દુઃખનું ને ભવભ્રમણનું કારણ છે. માટે મોક્ષાર્થી ભવ્યોએ આત્માના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કરીને વીતરાગતાની ભાવનાથી શક્તિ અનુસાર વ્રત-મહાવ્રત કરવા જોઈએ. જેમ કોઈ એ ઈષ્ટસ્થાને જવાનો સાચો માર્ગ જામ્યો છે પણ ચાલતાં થોડીવાર લાગે છે તોપણ તે માર્ગે જ છે, તેમ ધર્મીજીવે વીતરાગતાનો માર્ગ દેખ્યો છે, રાગરહિત સ્વભાવને જાણ્યો છે પણ સર્વથા રાગ ટાળતાં થોડી વાર લાગે છે, તોપણ તે મોક્ષના માર્ગમાં જ છે. પરંતુ જેણે સાચો માર્ગ જાણ્યો નથી, વિપરીત માર્ગ માન્યો છે તે શુભરાગ કરે તોય સંસારના માર્ગે છે.
નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષનું સાધન છે, શુભરાગ ખરેખર મોક્ષનું સાધન નથી” એમ કહેતાં કોઈને તે વાત ન રુચે તો કહે છે કે ભાઈ, અમે બીજાં શું કરીએ ! વીતરાગદેવે કહેલો સત્ય માર્ગ જ આ છે. જેમ પદ્મનંદી સ્વામી બ્રહ્મચર્યઅષ્ટકમાં બ્રહ્મચર્યનું ઉત્તમ વર્ણન કરીને છેલ્લે કહે છે કે જે મુમુક્ષુ છે તેને માટે સ્ત્રીસંગના નિષેધનો આ ઉપદેશ મેં કર્યો છે, પરંતુ જે જીવો ભોગરૂપી રાગના દરિયામાં ડૂબેલા છે તેમને આ બ્રહ્મચર્યનો ઉપદેશ ન રુચે તો તેઓ મારા ઉપર ક્રોધ ન કરશો, કેમકે હું તો મુનિ છું; મુનિ પાસે તો આવો વીતરાગી જ ઉપદેશ હોય, કાંઈ રાગના પોષણની વાત મુનિ પાસે ન હોય. તેમ અહીં મોક્ષના પુરુષાર્થમાં પુણ્યનો નિષેધ કરીએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com