________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮)
(શ્રાવકધર્મપ્રકાશ ક્યારે? કે ચંદ્રના સંયોગે એમાંથી પાણી ઝરે ત્યારે તેમાં લક્ષ્મીની સફળતા કયારે ? કે સત્પાત્રના સંગે તે દાનમાં વપરાય ત્યારે. ધર્મીને તો આવા ભાવો હોય જ છે પણ એના દાખલાથી બીજા જીવોને સમજાવે છે.
સંસારમાં લોભી જીવો ધન મેળવવા માટે કેવા કેવા પાપ કરે છે! લક્ષ્મી તો જોકે પુણ્ય અનુસાર મળે છે પણ તેને મેળવવા માટે ઘણા જીવો જૂઠું-ચોરી વગેરે અનેક પ્રકારનાં પાપભાવ કરે છે. કદાચ કોઈ જીવ એવા ભાવ ન કરે ને પ્રમાણિકતાથી વેપાર કરે તો પણ લક્ષ્મી મેળવવાનો ભાવ તે પાપ જ છે. આ બતાવીને અહીં એમ કહે છે કે ભાઈ, જે લક્ષ્મી ખાતર તું આટલા-આટલા પાપ કરે છે અને જે લક્ષ્મી પુત્રાદિ કરતાં ય તને વધુ વહાલી છે, તે લક્ષ્મીનો ઉત્તમ ઉપયોગ એ જ છે કે સત્પાત્રદાન વગેરે ધર્મકાર્યમાં તે વાપર; સત્પાત્રદાનમાં વપરાયેલી લક્ષ્મી અસંખ્યગણી થઈને ફળશે. એક માણસ ચાર-પાંચ હજાર રૂપિયાની નવી નોટું લાવ્યો ને ઘરે સ્ત્રીને આપી, તે બાઈએ તે ચૂલા પાસે મુકેલી અને બીજા કામે જરા દૂર ગઈ. તેનો નાનો છોકરો પાછળ સગડી પાસે બેઠો હતો; શિયાળાનો દિ' હતો. છોકરાએ નોટુંના કાગળિયા લઈને સગડીમાં નાંખ્યા ને ભડકો થયો એટલે તાપવા લાગ્યો. ત્યાં તો મા આવી, છોકરો કહે-બા, જો. કેવી સગડી કરી ! જોતાંવેંત મા સમજી ગઈ કે અરે, આણે તો પાંચ હજાર રૂા. નો ભડકો કર્યો! એને એવો ક્રોધ ચડ્યો ને છોકરાને એટલો બધો માર્યો કે છોકરો મરી ગયો. જુઓ, પુત્ર કરતાં ય ધન કેટલું વહાલું છે !!
બીજો એક બનાવઃ એક ભરવાડણ દૂધ વેચીને તેના ત્રણ રૂપિયા લઈને પોતાને ગામ જતી હતી; દુષ્કાળના દિવસો હતા, રસ્તામાં લુંટારુ મળ્યા. બાઈને બીક લાગી કે આ લોકો મારા રૂપિયા પડાવી લેશે, એટલે તે રોકડા ત્રણ રૂપિયા પેટમાં ગળી ગઈ. પણ લૂટારુઓએ તે જોયું ને બાઈને મારી નાંખીને તેના પેટમાંથી રૂપિયા કાઢયા-જુઓ, આ ક્રૂરતા ! આવા જીવો દોડીને નરક ન જાય તો બીજે ક્યાં જાય? આવા તીવ્ર પાપનાં પરિણામ તો જિજ્ઞાસુને હોય જ નહિ. ઘણા લોકોને તો લક્ષ્મી રળવાની ધૂન આડે પૂરું ખાવનોય વખત ન મળે, દેશ છોડીને અનાર્ય જેવા પરદેશમાં જાય, જ્યાં ભગવાનના દર્શન પણ ન મળે, સત્સંગ પણ ન મળે; અરે ભાઈ ! જેને ખાતર તે આટલું કર્યું તે લક્ષ્મીનો કંઈક સદુપયોગ કર. ૫૦-૬૦ વર્ષ સંસારની મજૂરી કરી-કરીને, મરવા પડ્યો હોય, મરતાં મરતાં છેલ્લી ઘડીએ બચી જાય ને પથારીમાંથી ઊઠે તોપણ પાછો ત્યાં ને ત્યાં પાપકાર્યમાં જોડાઈ જાય છે...પણ એમ નથી વિચારતો કે અરે, જીંદગી આખી ધન રળવામાં ગુમાવી ને મફતનાં પાપ બાંધ્યા, છતાં આ ધન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com