________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૮૭ કર્મો બળી ગયા, તેમાંથી આ સૂર્ય-ચંદ્રરૂપી ફૂલિંગા ઊડ્યા. ધ્યાનસ્થ ભગવાનના વાળ હવામાં ફરફર થતા દેખીને કહે છે કે, એ વાળ નથી, એ તો ભગવાનના અંતરમાં ધ્યાન વડે જે કર્મો બની રહ્યા છે તેના ધુમાડા ઊડે છે. આ રીતે સર્વજ્ઞદેવને ઓળખીને શ્રાવકને એની ભક્તિનો રંગ લાગ્યો છે. તેની સાથે ગુરુની ઉપાસના, શાસ્ત્રનો સ્વાધ્યાય વગેરે પણ હોય છે. શાસ્ત્રો તો કહે છે કે અરે, કાનવડ જેણે વિતરાગી સિદ્ધાંતનું શ્રવણ કર્યું નહિ ને મનમાં તેનું ચિંતન કર્યું નહિ, તેને કાન અને મન મળ્યા તે ન મળ્યા બરાબર જ છે. આત્માની દરકાર નહિ કરે તો કાન ને મન બંને ગુમાવીને એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જશે. કાનની સફળતા એમાં છે કે ધર્મનું શ્રવણ કરે, મનની સફળતા એમાં છે કે આત્મિકગુણોનું ચિંતવન કરે, ને ધનની સફળતા એમાં છે કે સત્પાત્રદાનમાં તેનો ઉપયોગ થાય. ભાઈ, અનેક પ્રકારનાં પાપ કરી કરીને તે ધન ભેગું કર્યું, તો હવે પરિણામ પલટાવીને તેનો એવો ઉપયોગ કર કે જેથી તારાં પાપ ધોવાય ને તને ઉત્તમ પુણ્ય બંધાય-એવો ઉપયોગ તો ધર્મના બહુમાનથી સત્પાત્રદાન કરવું-એ જ છે.
લોકોને જીવનથી ને પુત્રથી યે ધન વહાલું હોય છે, પણ ધર્મી-શ્રાવકને ધન કરતાં ધર્મ વહાલો છે, એટલે ધર્મની ખાતર ધન વાપરવાનો અને ઉલ્લાસ આવે છે. તેથી શ્રાવકના ઘરમાં અનેક પ્રકારે દાનનો વેપાર હંમેશા ચાલ્યા કરે છે. ધર્મ અને દાન વગરના ઘરને તો સ્મશાનખૂલ્ય ગણીને કહે છે કે એવા ગૃહવાસને તો ઊંડા પાણીમાં જઈને “સ્વા... હા' કરી દેજે. જે એકલા પાપબંધનનું જ કારણ થાય એવા ગૃહવાસને તું તિલાંજલિ દઈ દેજે, પાણીમાં ઝબોળી દેજે. અરે, વીતરાગી સંતો આ દાનનો ગુંજારવ કરે છે. એ સાંભળતાં કયા ભવ્યજીવનું હૃદયકમળ ન ખીલે? કોને ઉત્સાહુ ન આવે? ભ્રમરના ગુંજારવથી ને ચન્દ્રના ઉદયથી કમળની કળી તો ખીલી ઊઠ, પત્થર ન ખીલે; તેમ આવો ઉપદેશ-ગુંજારવ સાંભળતાં ધર્મની રુચિવાળા જીવનું હૃદય તો ખીલી ઊઠે કે વાહ! દેવ-ગુરુ-ધર્મની સેવાનો અવસર આવ્યો... મારા ધન્ય ભાગ્ય.. કે મને દેવ-ગુરુનું કામ મળ્યું-આમ ઉલ્લસી જાય. શાસ્ત્રમાં કહે છે કે શક્તિપ્રમાણે દાન કરવું. તારી પાસે એક રૂપિયાની મૂડી હોય તો તેમાંથી એક પૈસો આપજે.. પણ દાન જરૂર કરજે, લોભ ઘટાડવાનો અભ્યાસ જરૂર કરજે. લાખોકરોડોની મૂડી ભેગી થાય ત્યારે જ દાન દઈ શકાય ને ઓછી મૂડી હોય તેમાંથી દાન ન દઈ શકાય-એવું કાંઈ નથી. પોતાનો લોભ ઘટાડવાની વાત છે, એમાં કાંઈ મૂડીના માપ ઉપર જોવાનું નથી. સારો શ્રાવક મૂડીનો ચોથો ભાગ ધર્મમાં વાપરે, મધ્યમપણે છઠ્ઠો ભાગ વાપરે ને ઓછામાં ઓછો દશમો ભાગ વાપરે-એવો ઉપદેશ છે. જેમ ચંદ્રકાન્ત મણિની સફળતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com