________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ )
(શ્રાવકધર્મપ્રકાશ
તો એવી સંપદાથી મને શું લાભ છે? જે સંપદા મેળવતાં પાપ બંધાતુ હોય ને મારા સ્વરૂપની સંપદા લૂંટાતી હોય એવી સંપદા શું કામની? -આમ બંને રીતે સંપદાનું અસાર૫ણું જાણીને ધર્મી તેનો મોહ છોડે છે. એકલા લક્ષ્મીની લોલુપતાના પાપભાવમાં જીવન વીતાવી ઘે ને આત્માની કાંઈ દરકાર કરે નહિ–એવું જીવન ધર્મીનું કે જિજ્ઞાસુનું હોય નહિ. અહીઁ, જેને સર્વજ્ઞનો મહિમા આવ્યો છે, અંતરષ્ટિથી આત્માના સ્વભાવને જે સાધે છે, મહિમાપૂર્વક વીતરાગમાર્ગમાં જે આગળ વધે છે, ને ઘણો રાગ ઘટાડવાથી જેને શ્રાવકપણું થયું છે-એ શ્રાવકના ભાગ કેવા હોય તેની આ વાત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય જેની પદવી ઊંચી છે, સ્વર્ગના ઇન્દ્ર કરતાં જેનું આત્મસુખ વધારે છે- એવી શ્રાવકદશા છે. સ્વભાવના સામર્થ્યનું જેને ભાન છે, વિભાવની વિપરીતતા સમજે છે અને ૫૨ને પૃથક દેખે છે, એવો શ્રાવક રાગના ત્યાગ વડે પોતામાં ક્ષણે ક્ષણે શુદ્ધતાનું દાન કરે છે ને બહારમાં બીજાને પણ રત્નત્રયના નિમિત્તરૂપ શાસ્ત્ર વગેરેનું દાન કરે છે.
આવું મનુષ્યપણું પામીને, આત્માની દરકાર કરીને તેના જ્ઞાનની કિંમત આવવી જોઈએ. શ્રાવકને સ્વાધ્યાય-દાન વગેરે શુભભાવો વિશેષ હોય છે. એને જ્ઞાનનો રસ હોય, પ્રેમ હોય, એટલે હંમેશા સ્વાધ્યાય કરે; નવા નવા શાસ્ત્રોની સ્વાધ્યાય કરતાં જ્ઞાનની નિર્મળતા વધતી જાય, ને નવા નવા વીતરાગભાવો ખીલતા જાય. અપૂર્વતત્ત્વનું શ્રવણ કે સ્વાધ્યાય કરતાં એને એમ થાય કે અહો, આજે મારો દિવસ સફળ થયો. છ પ્રકારના અંતરંગ તપમાં ધ્યાન પછી બીજો નંબર સ્વાધ્યાયનો કહ્યો છે.
શ્રાવકને બધા પડખાંનો વિવેક હોય છે. સ્વાધ્યાય વગેરેની જેમ દેવપૂજા વગેરે કાર્યોમાં પણ તે ભક્તિથી વર્તે છે. શ્રાવકને ભગવાન સર્વજ્ઞદેવ પ્રત્યે પરમ પ્રીતિ હોય... અહો, આ તો મારું ઇષ્ટ-ધ્યેય! એમ જીવનમાં તે ભગવાનને જ ભાળે છે. હરતાં-ફરતાં દરેક પ્રસંગમાં તેને ભગવાન યાદ આવે છે. નદીના ઝરણાંનો કલકલ અવાજ આવે ત્યાં કહે છે કે હે પ્રભો! આપે પૃથ્વીને છોડીને દીક્ષા લીધી તેથી અનાથ થયેલી આ પૃથ્વી કલરવ કરતી રડે છે ને તેના આંસુનો આ પ્રવાહ છે. આકાશમાં સૂર્ય-ચન્દ્રને દેખતાં કહે છે કે પ્રભો! આપે શુક્લધ્યાન વડે ઘાતીકર્મોને જ્યારે ભસ્મ કરી નાખ્યા ત્યારે તેના તણખા આકાશમાં ઊડયા, તે તણખા જ આ સૂર્ય-ચન્દ્રરૂપે ઊડતા દેખાય છે-અને ધ્યાનાગ્નિમાં ભસ્મ થઈને ઊડેલા કર્મના દળીયા આ વાદળાં રૂપે હજી જ્યાંત્યાં ઘૂમી રહ્યાં છે. -આવી ઉપમા વડે ભગવાનના શુક્લધ્યાનને યાદ કરે છે ને પોતે તેની ભાવના ભાવે છે. ધ્યાનની અગ્નિ ને વૈરાગ્યનો વાયરો તેનાથી લા લાગી ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com