________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯
શ્રાવકધર્મપ્રકાશ) તો કાંઈ સાથે આવવાનું નથી, માટે મારા હાથે રાગ ઘટાડીને એનો કંઈક સદુપયોગ કરું ને જીવનમાં કાંઈક આત્માનું હિત થાય એવો ઉદ્યમ કરું. દેવ-ગુરુ-ધર્મનો ઉત્સાહ, સત્પાત્રદાન, તીર્થયાત્રા વગેરેમાં રાગ ઘટાડીશ ને લક્ષ્મીનો ઉપયોગ કરીશ તોપણ તને અંતરમાં એમ સંતોષ થશે કે જીવનમાં આત્માના હિત માટે મેં કંઈક કર્યું છે. બાકી એકલા પાપમાં જ જીવન ગાળીશ તો તારી લક્ષ્મી પણ નિષ્ફળ જશે ને મરણ ટાણેય તું પસ્તાઈશ કે અરે, જીવનમાં આત્માના હિત માટે કાંઈ ન કર્યું અશાંતિપણે દેહ છોડીને કોણ જાણે કયાં જઈને ઉતારા કરીશ? માટે હે ભાઈ! છઠ્ઠીસાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજે કણા કરીને તારા હિતને માટે આ શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો છે. તારી પાસે ગમે તેટલા ધનના ઢગલા હોય-પણ તેમાંથી તારું કેટલું? –કે તું દાનમાં વાપર તેટલું તા. રાગ ઘટાડીને દાનાદિ સત્કાર્યમાં વપરાય એટલું જ ધન સફળ છે. વારંવાર સત્પાત્ર દાનના પ્રસંગથી, મુનિવરો-ધર્માત્માઓ વગેરે પ્રત્યે બહુમાન, વિનય, ભક્તિ વગેરે પ્રકારે તને ધર્મના સંસ્કાર રહ્યા કરશે ને એ સંસ્કાર પરભવમાંય સાથે આવશે- લક્ષ્મી કાંઈ પરભવમાં સાથે નહિ આવે માટે કહે છે કે સંસારના કાર્યોમાં (વિવાહ, ભોગોપભોગ વગેરેમાં) તું લોભ કરતો હો તો ભલે કર, પણ ધર્મકાર્યોમાં તું લોભ કરીશ નહિ, ત્યાં તો ઉત્સાહપૂર્વક વર્તજ. જે પોતાને ધર્મી-શ્રાવક કહેવડાવે છે પણ ધર્મપ્રસંગમાં ઉત્સાહ તો આવતો નથી, ધર્મને ખાતર ધન વગેરેનો લોભ પણ ઘટાડી શકતો નથી, તો આચાર્યદવ કહે છે કે તે ખરેખર ધર્મી નથી પણ દંભી છે, ધર્મીપણાનો તે ખાલી દંભ કરે છે. ધર્મનો જેને ખરેખર રંગ હોય તેને તો ધર્મપ્રસંગમાં ઉત્સાહ આવે જ; ને ધર્મના નિમિત્તોમાં જેટલું ધન ખર્ચાય તેટલું જ સફળ છે-એમ સમજીને દાન વગેરેમાં તે ઉત્સાહથી વર્તે છે.
આ રીતે દાનની વાત કરી; એ જ વાત હજી વિશેષ પ્રકારે કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com