________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૯
શ્રાવકધર્મપ્રકાશ)
ભગવાનની મૂર્તિમાં “આ ભગવાન છે” એવો સ્થાપનાનિષેપ ખરેખર સમ્યગ્દષ્ટિને જ હોય છે; કેમકે, સમ્યગ્દર્શનપૂર્વક પ્રમાણજ્ઞાન હોય છે, પ્રમાણપૂર્વક સમ્યક નય હોય છે, ને નય વડે સાચો નિક્ષેપ થાય છે. નિક્ષેય નય વિના નહિ, નય પ્રમાણ વિના નહિ, ને પ્રમાણ શુદ્ધાત્માની દષ્ટિ વગર નહીં. અહા, જુઓ તો ખરા, આ વસ્તુસ્વરૂપ! જૈનદર્શનની એક જ ધારા ચાલી જાય છે. ભગવાનની પ્રતિમા જોતાં “અહો આવા ભગવાન!” એમ એકવાર પણ જો સર્વજ્ઞદેવનું યથાર્થ સ્વરૂપ લક્ષગત કરી લીધું, તો કહે છે કે ભવથી તારો બેડો પાર છે!
અહીં એકલા દર્શન કરવાની વાત નથી કરી, પણ એક તો “પરમ ભક્તિથી, દર્શન કરવાનું કહ્યું છે, તેમજ અર્ચન (-પૂજન) અને સ્તુતિ કરવાનું પણ કહ્યું છે. સાચી ઓળખાણપૂર્વક જ પરમ ભક્તિ જાગે; ને સર્વશદેવની સાચી ઓળખાણ હોય
ત્યાં તો આત્માનો સ્વભાવ લક્ષગત થઈ જાય, એટલે તેને દીર્થસંસાર હોય નહીં. આ રીતે ભગવાનના દર્શનની વાતમાં પણ ઊંડું રહસ્ય છે. માત્ર ઉપરથી માની લ્થ કે, સ્થાનકવાસી લોકો મૂર્તિને ન માને ને આપણે દિગંબર જૈન એટલે મૂર્તિને માનીએતો એવા રૂઢિગત ભાવથી દર્શન કરે, તેમાં ખરો લાભ થાય નહિ, સર્વજ્ઞદેવની
ઓળખાણ સહિત કરે તો જ ખરો લાભ થાય. (આ વાત “સત્તાસ્વરૂપ” માં ઘણા વિસ્તારથી સમજાવી છે.)
અરે ભાઈ ! તને આત્માનાં દર્શન કરતાં ન આવડ ને આત્માનું સ્વરૂપ દેખવા માટે દર્પણ સમાન એવા જિનદેવનાં દર્શન પણ તું નથી કરતો, તો તું ક્યાં જઈશ બાપુ! જિનેન્દ્રભગવાનનાં દર્શન-પૂજન પણ ન કર ને તું તને જૈન કહેવડાવ-એ તારું જૈનપણું કેવું? જે ઘરમાં રોજરોજ ભક્તિપૂર્વક દેવ-ગુરુનાં દર્શન-પૂજન થાય છે, મુનિવરો વગેરે ધર્માત્માને આદરપૂર્વક દાન દેવાય છે- તે ઘર ધન્ય છે; અને એના વગરનું ઘર તો સ્મશાનતુલ્ય છે. અરે ! વીતરાગી સંત આથી વિશેષ શું કર્યું? એવા ધર્મ વગરના ગૃહસ્થાશ્રમને તો હે ભાઈ! દરિયાના ઊંડા પાણીમાં તિલાંજલિ દઈ દેજે! નહિતર એ તને ડૂબાડશે!
ધર્મી જીવ રોજ-રોજ જિનેન્દ્ર ભગવાનના દર્શનાદિ કરે છે. જેમ સંસારના રાગી જીવો સ્ત્રી-પુત્રાદિના મોઢાંને કે ફોટાને પ્રેમથી જાએ છે, તેમ ધર્મનો રાગી જીવ વીતરાગપ્રતિમાના દર્શન ભક્તિથી કરે છે. રાગની આટલી દિશા બદલાવતાં પણ જેને ન આવડે તે વીતરાગમાર્ગને કઈ રીતે સાધશે? જેમ વહાલા પુત્ર-પુત્રીને ન દેખે તો એની માતાને ચેન પડતું નથી, અથવા માતાને ન દેખે તો બાળકને ચેન પડતું નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com