________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦)
(શ્રાવકધર્મપ્રકાશ તેમ ભગવાનના દર્શન વગર ધર્માત્માને ચેન પડતું નથી. “અરેરે, આજ મને પરમાત્માના દર્શન ન થયા, આજે મેં મારા ભગવાનને ન દીઠા, મારા વહાલા નાથના દર્શન આજે મને ન મળ્યા!' આમ ધર્મીને ભગવાનના દર્શન વગર ચેન પડતું નથી. (ચલણા રાણીને જેમ શ્રેણીકના રાજમાં પહેલાં ચેન પડતું ન હતું તેમ.) અંતરમાં પોતાને ધર્મની લગની છે તે પૂર્ણદશાની ભાવના છે એટલે પૂર્ણદશાને પામેલા ભગવાનને ભેટવા માટે ધર્મીના અંતરમાં ખટક ગરી ગઈ છે; સાક્ષાત તીર્થકરના વિયોગમાં તેમની વીતરાગપ્રતિમાને પણ જિનવરસમાન જ સમજીને ભક્તિથી દર્શન-પૂજન કરે છે, ને વીતરાગના બહુમાનથી એવી ભક્તિ-સ્તુતિ કરે કે જોનારનાય રોમરોમ ઉલ્લસી જાય-આ રીતે જિનેન્દ્રદેવના દર્શન, મુનિવરોની સેવા, શાસ્ત્રસ્વાધ્યાય, દાન વગેરેમાં શ્રાવક પ્રતિદિન વર્તે છે.
અહીં તો મુનિરાજ કહે છે કે શક્તિ હોવા છતાં રોજરોજ જે જિનદેવના દર્શન નથી કરતો તે શ્રાવક જ નથી; તે તો પત્થરની નૌકામાં બેસીને ભવસાગરમાં ડૂબે છે. તો પછી વીતરાગપ્રતિમાના દર્શન-પૂજનનો જે નિષેધ કરે એની તો વાત શી કરવી ? –એમાં તો જિનમાર્ગની ઘણી વિરાધના છે. અરે, સર્વજ્ઞને પૂર્ણ પરમાત્માદશા પ્રગટી ગઈ તેવી પરમાત્મદશાનો જેને પ્રેમ હોય, તેને તેના દર્શનનો ઉલ્લાસ આવ્યા વગર કેમ રહે? એ તો પ્રતિદિન ભગવાનના દર્શન કરીને પોતાની પરમાત્મદશારૂપ ધ્યેયને રોજરોજ તાજું કરે છે.
ભગવાનના દર્શનની જેમ મુનિવરો પ્રત્યે પણ ધર્મીને પરમ ભક્તિ હોય. ભરત ચક્રવર્તી જેવા પણ મહાન આદરપૂર્વક ભક્તિથી મુનિઓને આહારદાન દેતા, ને પોતાના અંગણે મુનિ પધારે ત્યારે પોતાને ધન્ય માનતા અહા ! મોક્ષમાર્ગી મુનિનાં દર્શન પણ ક્યાંથી !! –એ તો ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી ! મુનિના વિરહે મોટા ધર્માત્માઓ પ્રત્યે પણ એવો બહુમાનનો ભાવ આવે કે અહો ધનભાગ્ય, મારા આંગણે ધર્માત્માનાં પગલાં થયાં! આવા ધર્મના ઉલ્લાસથી ધર્મીશ્રાવક મોક્ષમાર્ગને સાધે છે; ને જેને ધર્મનો આવો પ્રેમ નથી તે સંસારમાં ડૂબે છે.
કોઈ કહે કે મૂર્તિ તો પાષાણની છે! પણ ભાઈ, એમાં જ્ઞાનબળે પરમાત્માનો નિક્ષેપ કર્યો છે કે “આ પરમાત્મા છે.” - એ નિક્ષેપની ના પાડવી તે જ્ઞાનની જ ના પાડવા જેવું છે. જિનબિંબદર્શનને તો સમ્યગ્દર્શનનું નિમિત્ત ગપ્યું છે, તે નિમિત્તનો પણ જે નિષેધ કરે તેને સમ્યગ્દર્શનની ખબર નથી. સમન્તભદ્રસ્વામી તો કહે છે કે હે જિન! અમને તારી સ્તુતિનું વ્યસન પડી ગયું છે. જેમ વ્યસની મનુષ્ય પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com