________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧૧ વ્યસનની વસ્તુ વગર રહી શકતો નથી તેમ સર્વજ્ઞના ભક્તોને સ્તુતિનું વ્યસન છે એટલે ભગવાનની સ્તુતિ-ગુણગાન વગર તે રહી શકતા નથી. ધર્માત્માના હૃદયમાં સર્વજ્ઞદેવના ગુણગાન કોતરાઈ ગયા છે. અહા, સાક્ષાત્ ભગવાનને દેખવાનું મળે - એ તો બલિહારી છે. કુંદકુંદાચાર્ય જેવાએ વિદેહમાં જઈને સીમંધરનાથને સાક્ષાત્ દેખ્યા-એમની તો શી વાત! અત્યારે તો અહીં એવો કાળ નથી. અરે, તીર્થકરોનો વિરહ, કેવળીઓનો વિરહ, મોટા સંતમુનિઓનો પણ વિર–એવા કાળે જિનપ્રતિમાના દર્શન વડે પણ ધર્મી જીવ ભગવાનનું સ્વરૂપ યાદ કરે છે. આ રીતે વીતરાગ જિનમુદ્રા જોવામાં જેને હોંશ ન આવે તે જીવ સંસારની તીવ્ર સચિને લીધે ભવના દરિયામાં ડુબવાનો છે. વીતરાગનો ભક્ત તો વીતરાગદેવનું નામ સાંભળતા ને દર્શન કરતાં હર્ષિત થઈ જાય. જેમ સારા વિનયવંત પુત્રો રોજ સવારમાં માતા-પિતા પાસે જઈને વિવેકથી પગે લાગે છે, તેમ ધર્મી જીવ પ્રભુ પાસે બાળક જેવા થઈને વિનયથી રોજેરોજ ધર્મપિતા જિનેન્દ્ર ભગવાનના દર્શન કરે છે, સ્તુતિ-પૂજા કરે છે; મુનિવરોને ભક્તિથી આહારદાન કરે છે. આવા વીતરાગી દેવ-ગુરુની ભક્તિ વગરનો જીવ મિથ્યાત્વની નાવમાં બેસીને ચારગતિના સમુદ્રમાં ડૂબે છે ને મોંઘા મનુષ્યજીવનને નષ્ટ કરી નાખે છે માટે ધર્મના પ્રેમી જીવે દેવ-ગુરુની ભક્તિના કાર્યોમાં હંમેશા પોતાના ધનનો અને જીવનનો સદુપયોગ કરવો-એમ ઉપદેશ છે.
આ રીતે જિનેન્દ્રદેવના દર્શનનો તથા દાનનો ઉપદેશ આપીને હવે દાતાની પ્રશંસા કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com