________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
( ૭૩
કોઈ શાસ્ત્ર મળી આવ્યું; તેણે અત્યંત બહુમાનપૂર્વક કોઈ મુનિરાજને તે શાસ્ત્રનું દાન કર્યું. તે વખતે અવ્યક્તપણે જ્ઞાનના અચિંત્યમહિમાનો કોઈ ભાવ જાગ્યો; ત્યાંથી તે શેઠના ઘરે જ તેઓ જન્મ્યા; નાની ઉંમરમાં જ મુનિ થયા ને જ્ઞાનના અગાધ દરિયા તેમને ઉલ્લુસ્યા. અહા, એમણે તો તીર્થંકર૫૨માત્માની દિવ્યવાણી સાક્ષાત્ સાંભળી, ને ભરતક્ષેત્રમાં જ્ઞાનના ધોધ વહેવડાવ્યા. એમને અંત૨માં જ્ઞાનની ઘણી શુદ્ધિ પ્રગટી, ને બહારમાં પણ શ્રુતની મહાન પ્રતિષ્ઠા આ ભરતક્ષેત્રમાં તેમણે કરી. અહા, એમના નિજવૈભવની શી વાત! જ્ઞાનદાનથી એટલે કે જ્ઞાનના બહુમાનના ભાવથી જ્ઞાનનો ક્ષયોપશમભાવ ખીલે છે; અને અહીં તો એનું ઉત્કૃષ્ટ ફળ બતાવતાં કહે છે કે તે જીવ થોડા ભવમાં કેવળજ્ઞાન પામશે, તેને સમવસરણની શોભા રચાશે ને ત્રણલોકના જીવો તેનો ઉત્સવ કરશે. કેમકે જ્ઞાનાનંદસ્વભાવની આરાધના ભેગી વર્તે છે એટલે આરાધકભાવની ભૂમિકામાં આવા ઊંચા પુણ્ય બંધાય છે; તેમાં ધર્મનું લક્ષ જ્ઞાનસ્વભાવની આરાધના ઉપર છે, રાગ કે પુણ્ય ઉપર તેનું લક્ષ નથી; તે તો વચ્ચે અનાજની સાથેના રાડાંની જેમ સહેજે આવી જાય છે.
જ્ઞાનસ્વભાવની આરાધનાથી ધર્મી જીવ સર્વજ્ઞપદને સાધે છે. તેને કોઈ વાર એમ પણ થાય કે, અરે! અમે ભગવાન પાસે હતા, ભગવાનની વાણી સાંભળતા, ને ભગવાન પાસે પ્રશ્નોનું સીધું સમાધાન મેળવતા; હવે ભરતક્ષેત્રમાં ભગવાનનો વિરહ થયો, કોને પ્રશ્ન પૂછશું? ને કોણ સમાધાન કરશે? -ધર્માત્માને સર્વજ્ઞપ૨માત્માનો આવો વિરહ ઊગે છે. ભરતચક્રવર્તી જેવાનેય ઋષભદેવપ્રભુ મોક્ષ પધાર્યા ત્યારે આવો વિરહ થયો હતો. અંદર પોતાને પૂર્ણ જ્ઞાનની ભાવના છે, કે અરે! આ પંચમકાળે અમારા સર્વજ્ઞપદનો અમને વિરહ! એટલે નિમિત્તમાંય સર્વજ્ઞના વિરહ સાલે છે. આ ભરતક્ષેત્રમાં કુંદકુંદપ્રભુને વિચાર થયો−અરે નાથ! પંચમકાળમાં આ ભરતક્ષેત્રે તારા વિરહ પડયા; સર્વજ્ઞતાના વિરહ પડયા-આમ સર્વજ્ઞ પ્રત્યે ભક્તિનો ભાવ ઉલ્લસ્યો, ને તેમને ચિંતવવા લાગ્યા. ત્યાં પુણ્યનો યોગ હતો ને પાત્રતા પણ ઘણી હતી, તેથી સીમંધરભગવાન પાસે જવાનું બન્યું. અહા, ભરતક્ષેત્રના માનવી દેહ સહિત વિદેહક્ષેત્રે ગયા, ને ભગવાનના ભેટા થયા. ભગવાનની દિવ્યધ્વનિ સીધેસીધી ઝીલીને તેમણે આ ભરતક્ષેત્રમાં શ્રુતજ્ઞાનના ધોરિયા વહાવ્યા. એમને આરાધકભાવનું જોર ઘણું ને સાથે પુણ્યનો પણ મહાન યોગ. એમણે તો તીર્થંકર જેવું કામ કર્યું છે.
આરાધકના પુણ્ય લોકોત્તર હોય છે. તીર્થંકરનો જીવ ગર્ભમાં આવવાને છ મહિનાની વાર હોય, હજી તો તે જીવ (શ્રેણીક વગેરે કોઈ ) નરકમાં હોય કે સ્વર્ગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com