________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર)
(શ્રાવકધર્મપ્રકાશ જ્ઞાનમાં આગળ વધતો હોય તો ભલેને વધે, તું તેનું અનુમોદન કરજે. તને જ્ઞાનનો પ્રેમ હોય તો, બીજા પણ જ્ઞાન પામે તેમાં અનુમોદન હોય કે ઈર્ષા હોય? બીજાના જ્ઞાનની જો ઈર્ષા આવે છે તો તારે શાસ્ત્ર ભણી ભણીને માન પોષવું છે, તને જ્ઞાનનો ખરો પ્રેમ નથી. જ્ઞાનના પ્રેમવાળાને બીજાના જ્ઞાનની ઈર્ષા ન હોય પણ અનુમોદના હોય. એક જીવ ઘણા વખતથી મુનિ હોય, બીજો જીવ પાછળથી હમણાં જ મુનિ થયો હોય ને તરત કેવળજ્ઞાન પામી જાય, ત્યાં પહેલા મુનિને એમ ઈર્ષા નથી થતી કે અરે, હજી તો આજે જ દીક્ષા લીધી ને મારા પહેલાં આ કેવળજ્ઞાન પામી ગયો! પણ ઊછું અનુમોદન આવે છે કે વાહ! ધન્ય છે એમને કે એમણે કેવળજ્ઞાન સાધી લીધું, મને પણ એ જ ઇષ્ટ છે, મારે પણ એ જ કરવાનું છે. એમ અનુમોદન વડે તે પણ પોતાના પુરુષાર્થને ઉપાડે છે. ઈર્ષા કરનારો તો અટકી જાય છે, ને અનુમોદન કરનાર પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. પોતાના અંતરમાં જ્યાં જ્ઞાનસ્વભાવનું બહુમાન છે ત્યાં રાગ વખતે જ્ઞાનની પ્રભાવનાનો ને અનુમોદનાનો ભાવ આવ્યા વિના રહે નહિ; જ્ઞાનના બહુમાનને લીધે તે થોડા જ કાળમાં કેવળજ્ઞાન પામશે. રાગનું ફળ કેવળજ્ઞાન નથી પણ જ્ઞાનના બહુમાનનું ફળ કેવળજ્ઞાન છે અને સાથે શુભરાગથી જે ઉત્તમ પુણ્ય બંધાયા તેના ફળમાં સમવસરણાદિ રચાશે ને ઇન્દ્રો એનો મહોત્સવ કરશે. અત્યારે અહીં ભલે કોઈને ખબર ન પડે પણ કેવળજ્ઞાન થતાં ત્રણલોકમાં આશ્ચર્યકારી ખળભળાટ થઈ જશે, ઇન્દ્રો એનો મહોત્સવ કરશે ને ત્રણલોકમાં આનંદ થશે.
અહો, આ તો વીતરાગમાર્ગ છે. વીતરાગનો માર્ગ તો વીતરાગ જ હોય ને! વીતરાગભાવની વૃદ્ધિ થાય એ જ સાચી માર્ગપ્રભાવના છે. રાગને જે આદરણીય બતાવે તે જીવ વીતરાગમાર્ગની પ્રભાવના કેમ કરી શકે? એને તો રાગની જ ભાવના હોય. જૈનધર્મના ચારે અનુયોગના શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ધર્મી જીવ વીતરાગીતાત્પર્ય બતાવીને તે ચારે અનુયોગનો પ્રચાર કરે. તીર્થકરાદિ મહાન ધર્માત્માઓના જીવનની કથા, તેમનાં આચરણનું વર્ણન, કરણાનુયોગમાં ગુણસ્થાન વગેરેનું વર્ણન ને દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મનું વર્ણન- એ ચારે પ્રકારના શાસ્ત્રોમાં વીતરાગતાનું જ તાત્પર્ય છે. તે શાસ્ત્રનો બહુમાનપૂર્વક પોતે અભ્યાસ કરે ને પ્રચાર કરે. જેમ ઝવેરાતના દાગીનાને કે કિંમતી વસ્ત્ર વગેરેને કેવા પ્રેમથી સાચવીને ઘરમાં રાખે છે એના કરતાંય વિશેષ પ્રેમથી શાસ્ત્રોને ઘરમાં બિરાજમાન કરે, અને શણગારીને એનું બહુમાન કરે-એ બધો જ્ઞાનનો વિનય છે.
શાસ્ત્રદાન સંબંધમાં કુંદકુંદસ્વામીના પૂર્વભવનો દાખલો પ્રસિદ્ધ છે; પૂર્વભવમાં તેઓ એક શેઠને ત્યાં ગાયોના ગોવાળ તરીકે હતા. એક વાર તે ગોવાળને વનમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com