________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૭૧ અરે, અમારી જ્ઞાનચેતનાથી અમારું કાર્ય અમારા આત્મામાં થઈ રહ્યું છે, ત્યાં બહાર બીજાને બતાવવાનું શું કામ છે! બીજા જીવો જાણે તો આને સંતોષ થાય એવું કાંઈ નથી, એને તો અંતરમાં આત્માથી જ સંતોષ છે.
પોતે એકલા એકલા અંતરમાં પોતાના આત્માનું કલ્યાણ કરી ત્યે તે મોટા, કે ઘણા જીવોને સમજાવે તે મોટા?' – અરે ભાઈ ! બીજા સમજે કે ન સમજે તેની સાથે આને શું સંબંધ છે? કદાચિત્ બીજા ઘણા જીવો સમજે તોપણ તેમના કારણે આને જરા પણ લાભ થયો છે એમ નથી; અને ધર્મીને કદાચિત્ વાણીનો યોગ ઓછો હોય (–મૂક કેવળી ભગવાનની જેમ વાણીનો યોગ ન પણ હોય) તો તેથી કાંઈ તેનો અંતરનો લાભ અટકી જાય એમ નથી. બહારમાં બીજા જીવો સમજે એના ઉપરથી ધર્મીનું માપ કાઢવા જે માંગે છે તેને ધર્મીની અંતરની દશાની ખબર નથી.
અહીં જ્ઞાનદાનમાં તો એ વાત છે કે પોતાને એવા ભાવ થાય છે કે બીજા જીવો પણ સાચું જ્ઞાન પામે; પણ બીજા જીવો સમજે કે ન સમજે તે તેમની લાયકાતથી છે, તેની સાથે આને કાંઈ લેવાદેવા નથી. પોતાને પહેલાં અજ્ઞાન હતું ને મહા દુઃખ હતું, તે ટળીને પોતાને સમ્યજ્ઞાન થયું ને અપૂર્વ સુખ પ્રગટયું એટલે પોતાને સમ્યજ્ઞાનનો મહિમા ભાસ્યો છે, તેથી બીજા જીવો પણ આવું સમ્યજ્ઞાન પામે તો તેમનું દુઃખ મટે ને સુખ પ્રગટે- એમ અંતરમાં ધર્મીને જ્ઞાનની પ્રભાવનાનો ભાવ આવે છે અને સાથે તે જ વખતે અંતરમાં શુદ્ધઆત્માની ભાવનાથી જ્ઞાનની પ્ર-ભાવના ઉત્કૃષ્ટ ભાવના અને વૃદ્ધિ અંતરમાં થઈ જ રહી છે.
જુઓ, આ શ્રાવકની દશા ! આવી દશા થાય ત્યારે તો હજી જૈનનું શ્રાવકપણું કહેવાય, ને મુનિદશા તો ત્યારપછી હોય. સર્વજ્ઞનો અને સર્વજ્ઞની વાણીનો પોતે નિર્ણય કર્યો છે. જેને પોતાને જ નિર્ણય નથી તે સાચા જ્ઞાનની શું પ્રભાવના કરશે? આ તો પોતાના જ્ઞાનમાં નિર્ણયસહિત ધર્માત્માની વાત છે. વળી ધર્માત્માને, વિશેષ બુદ્ધિવંતને બહુમાનપૂર્વક શાસ્ત્રો આપવા તે પણ જ્ઞાનદાન છે, શાસ્ત્રોના સાચા અર્થો સમજાવવા, પ્રસિદ્ધ કરવા તે પણ જ્ઞાનદાનનો પ્રકાર છે. કોઈ સાધારણ માણસને જ્ઞાનનો વિશેષ પ્રેમ હોય ને તેને શાસ્ત્રો ન મળતાં હોય તો ધર્મી તેને પ્રેમપૂર્વક શાસ્ત્રો મેળવી આપે-આવો ભાવ ધર્મીને આવે છે. પોતાની પાસે કોઈ શાસ્ત્ર હોય ને બીજા પાસે ન હોય ત્યાં, બીજો વાંચશે તો મારાથી આગળ વધી જશે અથવા મારું માન ઘટી જશે, એમ ઈર્ષાને લીધે કે માનને લીધે; શાસ્ત્ર જોવા માંગે તોય ન આપે-એવા જીવને જ્ઞાનનો ખરો પ્રેમ નથી ને શુભભાવનું ય ઠેકાણું નથી. ભાઈ, બીજો જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com