________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૨૭
નિષેધ કર્યો છે, એનામાં તો ધર્મની લાયકાત નથી. અહીં તો સાચા શ્રાવક-ધર્માત્મા થવા માટે સૌથી પહેલાં સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવાનો ઉપદેશ છે.
કોઈ કહે કે અમે દિગંબર ધર્મના સંપ્રદાયમાં જન્મ્યા એટલે સમ્યગ્દર્શન તો અમને હોય જ.' –તો એ વાત સાચી નથી. સર્વજ્ઞદેવે જેવો કહ્યો તેવા પોતાના ચૈતન્યસ્વભાવને ઓળખ્યા વગર કદી સમ્યગ્દર્શન થાય નહિ. દિગંબરધર્મ તો સાચો જ છે, પણ તું પોતે સમજ ત્યારે ને! સમજ્યા વગર એ સત્યનો તને શો લાભ? તારા ભગવાન અને ગુરુ તો સાચા છે પણ તેમનું સ્વરૂપ ઓળખ ત્યારે તું સાચો થા. ઓળખ્યા વગર તને શું લાભ ? (સમજ્યા વણ ઉપકાર શો? )
ધર્મની ભૂમિકા સમ્યગ્દર્શન છે, ને મિથ્યાત્વ તે મોટું પાપ છે. મિથ્યાદષ્ટિ મંદકષાય કરીને તેને મોક્ષનું કારણ માને ત્યાં તેને અલ્પ પુણ્ય સાથે મિથ્યાત્વનું મોટું પાપ બંધાય છે. માટે મિથ્યાત્વને ભગવાને ભવનું બીજ કહ્યું છે. મિથ્યાદષ્ટિ જીવ પુણ્ય કરે તોપણ તે કાંઈ તેને મોક્ષનું કારણ થતું નથી. સમકિતીને પુણ્યપાપ થતા હોવા છતાં તે તેને ભવનું બીજ નથી. સમકિતીને સમ્યક્ત્વમાંથી મોક્ષનો ફાલ આવશે, ને મિથ્યાદષ્ટિને મિથ્યાત્વમાંથી સંસારનો ફાલ આવશે. માટે મોક્ષાભિલાષી જીવોએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અને તેની રક્ષાનો પ૨મ ઉધમ કરવો.
જે સમ્યગ્દર્શનનો ઉદ્યમ કરતો નથી ને પુણ્યને મોક્ષનું સાધન સમજીને તેની રુચિમાં અટકી જાય છે તેને કહે છે કે અરે મૂઢ! તને ભગવાનની ભક્તિ કરતાં આવડતી નથી; ભગવાન તારી ભક્તિને સ્વીકારતા નથી, કેમકે તારા જ્ઞાનમાં તેં ભગવાનને સ્વીકાર્યા નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવને જેણે ઓળખ્યો તેણે ભગવાનને સ્વીકાર્યા, ને ભગવાને તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યો, તે ભગવાનનો ખરો ભક્ત થયો. દુનિયા ભલે તેને ન માને કે પાગલ કહે પણ ભગવાને અને સંતોએ તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યો છે, ભગવાનના ઘરે તે પહેલો છે. ભગવાનના જ્ઞાનમાં જેની મહા પાત્રતા ભાસી તેના જેવું મોટું માન કયું? તે તો ત્રણલોકમાં સૌથી મહાન એવી સર્વજ્ઞતાને પામશે. અને દુનિયા ભલે પૂજતી હોય-પણ ભગવાને જેને ધર્મને માટે નાલાયક કહ્યો તો તેના જેવું અપમાન બીજું કયું? અહો, ભગવાનની વાણીમાં જે જીવને માટે એમ આવ્યું કે આ જીવ તીર્થંકર થશે, આ જીવો ગણધર થશે–તો એના જેવું મહાભાગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com