________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
(શ્રાવકધર્મપ્રકાશ બીજાં કયું? સર્વજ્ઞના માર્ગમાં સમ્યગ્દષ્ટિનું મોટું સન્માન છે; ને મિથ્યાષ્ટિપણું તે જ મોટું અપમાન છે.
આ ઘોરદુઃખથી ભરેલા સંસારમાં રખડતાં જીવને સમ્યગ્દર્શન પામવું બહુ દુર્લભ છે; પણ તે જ ધર્મનું મૂળ છે એમ જાણીને આત્માર્થીએ પહેલાં જ તેનો ઉદ્યમ કરવો જોઈએ. જો મુનિદશા થઈ શકે તો કરવી, અને તે ન થઈ શકે તો શ્રાવકધર્મનું પાલન કરવું-એમ કહેશે, પણ તે બંનેમાં સમ્યગ્દર્શન તો પહેલાં હોવું જોઈએ, -એ મૂળભૂત રાખીને પછી મુનિધર્મ કે શ્રાવકધર્મની વાત છે.
પ્રશ્ન- એ સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તર:- મૂલ્યક્સિકો નુ સમૂાફી દવડ્ડ નીવો એટલે સંયોગ અને વિકાર વગરનો શુદ્ધ ચિદાનંદસ્વભાવ કેવો છે તેને લક્ષમાં લઈ અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન બીજા કોઈના આશ્રયે થતું નથી. સંયોગ કે બંધભાવ જેટલો જ આત્માને અનુભવવો ને જ્ઞાનમય અબંધસ્વભાવી આત્માને ભૂલી જવો તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સહિતની ક્રિયાઓ તે બધી એકડા વગરના મીંડાની જેમ ધર્મને માટે વ્યર્થ છે. છઠુંઢાળામાં પં. દોલતરામજીએ પણ કહ્યું છે કે
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશન પાયો. ગણધરાદિ સંતોએ સમ્યગ્દર્શનને મોક્ષનું બીજ કહ્યું છે. બી વગર ઝાડ ઉગાડવા માંગે તો કયાંથી ઊગે? –લોકો એને મૂર્ખ કહે. તેમ સમ્યગ્દર્શન વગર જે ધર્મનું ઝાડ ઉગાડવા માંગે છે તે પણ પરમાર્થમાં મૂર્ખ છે. અંતરમાં જેને રાગ સાથેની એકતા અત્યંત તૂટી છે ને બહારમાં વસ્ત્રાદિનો પરિગ્રહ છૂટયો છે એવા વીતરાગી સન્ત-મહાત્માનું આ કથન છે.
જીવે અનંતકાળમાં બીજું બધું મેળવ્યું છે પણ શુદ્ધ સમ્યગ્દર્શન કદી પ્રાપ્ત કર્યું નથી; મોટો દેવ ને રાજા-મહારાજા અનંતવાર થયો તેમ જ ઘોર નરકતિર્યંચનાં દુઃખો પણ અનંતવાર ભોગવ્યાં, પણ હું પોતે જ્ઞાનગુણનો ભંડાર ને આનંદસ્વરૂપ છું-એવી આત્મપ્રતીતિ કે અનુભવ તેણે પૂર્વે કદી ન કર્યો. સન્તો કરુણાથી કહે છે કે હે ભાઈ ! તને આવા ચૈતન્યતત્ત્વની પ્રતીતિનો અવસર ફરી ફરી કયાં મળશે? માટે આવો અવસર પામીને તેનો ઉદ્યમ કર; જેથી આ ભવદુઃખથી તારો છૂટકારો થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com