________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
(શ્રાવકધર્મપ્રકાશ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ ત્રણસ્વરૂપ મોક્ષમાર્ગ છે તે ગૃહસ્થોએ પણ સદાય યથાશક્તિ સેવવાયોગ્ય છે; તે ત્રણમાં પહેલાં સમ્યક્ત્વ છે, તે અખિલ યત્નથી અંગીકાર કરવાયોગ્ય છે, કેમકે તે હોય તો જ જ્ઞાન અને ચારિત્ર હોય છે. સમ્યગ્દર્શન વગ૨ના જ્ઞાન કે ચારિત્ર મોક્ષના સાધક થતા નથી; અને સમ્યક્ત્વસહિત યથાશક્તિ મોક્ષમાર્ગનું સેવન ગૃહસ્થને પણ હોય છે–એમ અહીં બતાવ્યું.
સમ્યગ્દર્શન પછી જે રાગ-દ્વેષ છે તે અત્યંત અલ્પ છે, તેમાં ધર્મીને એકત્વબુદ્ધિ નથી. મિથ્યાદષ્ટિને રાગ-દ્વેષમાં એકત્વબુદ્ધિ છે એટલે તેને અનંતાનુબંધી રાગદ્વેષ અનંત સંસારનું કારણ છે; આ રીતે મિથ્યાત્વ તે સંસારનું બીજ છે, ને સમ્યગ્દર્શન થતાં તેનો છેદ થઈને મોક્ષનાં બીજ રોપાય છે. સમ્યગ્દર્શનરૂપી ‘ બીજ ’ ઊગી તે વધીને કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા થયે છૂટકો, સમ્યકત્વ કહે છે કે ‘મને ગ્રહણ કરવાથી, ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તોપણ મારે તેને પરાણે મોક્ષ લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી. મને ગ્રહણ કરવા પછી તો મારે તેને મોક્ષે પહોંચાડવો જ જોઈએ... એ મારી પ્રતિજ્ઞા છે.' -આમ કહીને શ્રીમદ્દરાજચંદ્રજીએ સમ્યક્ત્વનો મહિમા બતાવ્યો છે અને તેને મોક્ષનું મૂળ ક્યું છે. સમ્યક્ત્વ અંગીકાર કરે ને મોક્ષ ન થાય એમ બને નહિ; ને સમ્યક્ત્વ વગ૨ મોક્ષ થઈ જાય એમ પણ બને નહિ. માટે પરમ યત્નથી સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ છે.
અહા, સમ્યગ્દર્શન થતાં ચૈતન્યના ભંડારની તિજોરી ખૂલી ગઈ, હવે તેમાંથી જ્ઞાન-આનંદનો માલ જેટલો જોઈએ તેટલો બહાર કાઢ. પહેલાં મિથ્યાત્વના તાળામાં એ ખજાનો બંધ હતો, હવે સમ્યગ્દર્શનરૂપી કૂંચી વડે ખોલતાં ચૈતન્યના અખૂટ ભંડાર પ્રગટયા...સાદિ-અનંતકાળ સુધી એમાંથી કેવળજ્ઞાનને પૂર્ણઆનંદ લીધા જ કર...લીધા જ કર...તોપણ તે ભંડાર ખૂટે તેમ નથી, તેમ જ ઓછો પણ થાય તેમ નથી. અહા, સર્વજ્ઞપ્રભુએ અને વીતરાગી સન્તોએ આવો ચૈતન્યભંડાર ખોલીને બતાવ્યો, તો એને કોણ ન લ્યે ? કોણ ન અનુભવે !
સમ્યગ્દર્શન વગર ગમે તેટલું કરે તોપણ ચૈતન્યના ભંડાર ખૂલે નહિ, મોક્ષમાર્ગ પ્રગટે નહિ, શ્રાવકપણું પણ થાય નહિ. જે જીવ સાચા દેવ-ગુરુ-ધર્મનો વિરોધ કરે છે ને કુદેવ-કુગુરુ-કુધર્મનો આદર કરે છે તેને તો વ્યવહારથી પણ શ્રાવકપણું હોતું નથી, તે તો મિથ્યાત્વના તીવ્ર પાપમાં ડૂબેલા છે; એવા જીવને તો, પૂર્વનાં પુણ્ય હોય તે પણ ઘટી જાય છે. એવા જીવોને તો મહાપાપી કહીને પહેલી જ ગાથામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com