________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૫
શ્રાવકધર્મપ્રકાશ). લઘુનંદન છે. મુનિ તે મોટા પુત્ર છે ને સમકિતી તે નાના પુત્ર છે. આદિપુરાણમાં જિનસેનસ્વામીએ (સર્ગ ૨ શ્લોક ૫૪માં) ગૌતમગણધરને “સર્વજ્ઞપુત્ર” કહ્યા છે, તેમ અહીં સમકિતીને જિનેશ્વરના લઘુનંદન એટલે ભગવાનના નાના પુત્ર કહ્યા છે. અહા, સમ્યગ્દર્શન થયું ત્યાં કેવળીપ્રભુનો પુત્ર થયો. ભગવાનનો વારસદાર થયો. સર્વજ્ઞપદનો સાધક થયો. કોઈને પુણ્યયોગે બાપની મોટી મિલ્કતનો વારસો મળે પણ તે તો ક્ષણમાં ફૂ થઈ જાય છે, ને આ સમકિતી તો કેવળજ્ઞાની-સર્વજ્ઞપિતાના અક્ષય-નિધાનનો વારસદાર થયો, તે નિધાન કદી ખૂટે નહિ, સાદિઅનંત રહે. સમ્યગ્દર્શનથી આવી દશા પ્રગટ કરે તેને શ્રાવક કહેવાય. માટે શ્રાવકધર્મના ઉપાસકે નિરંતર પ્રયત્નપૂર્વક સમ્યગ્દર્શન ધારણ કરવું જોઈએ.
જેમ આંબાનું બીજ કેરીનું ગોટલું હોય, કાંઈ કડવી લીંબોડીના બીમાંથી મધુર આંબા ન પાકે. તેમ મોક્ષરૂપી જે મધુર આંબો તેનું બીજડું તો સમ્યગ્દર્શન છે; પુણ્યાદિ વિકાર તે કાંઈ મોક્ષનું બીજ નથી. ભાઈ, તારા મોક્ષનું બીજ તારા સ્વભાવની જાતનું હોય, પણ તેથી વિરુદ્ધ ન હોય. મોક્ષ એટલે પૂર્ણ આનંદરૂપ વીતરાગદશા, તો તેનું બીજ રાગ કેમ હોય? રાગમિશ્રિત વિચારોથી પણ પાર થઈને નિર્વિકલ્પ આનંદના અનુભવ સહિત આત્માની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે, ને તે જ મોક્ષનું મૂળ છે.
મોક્ષનું બીજ સમ્યગ્દર્શન, ને તે સમ્યગ્દર્શનનું બીજ આત્માનો ભૂતાર્થસ્વભાવ. –“ભૂયત્નમસિવો રજુ સક્કિી દવે નીવો' ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દષ્ટિ છે. મોક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે એમ કહે પણ તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ બીજી રીતે માને તો તેને પણ માર્ગની ખબર નથી. સમ્યગ્દર્શન કોઈ બીજાના આશ્રયે નથી, આત્માના સ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન છે.
પ્રશ્ન- મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કહ્યો છે ને?
ઉત્તર:- એ ખરું જ છે, પણ તેમાં બીજરૂપ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્ર હોતાં નથી. પ્રથમ સમ્યગ્દર્શન હોય પછી જ જ્ઞાન-ચારિત્ર પૂર્ણ થતાં મોક્ષ થાય છે. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં અમૃતચંદ્રસ્વામીએ પણ કહ્યું છે કે
एवं सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मको नित्यं। तस्यापि मोक्षमार्गो भवति निषेव्यो यथाशक्ति।।२०।। तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन। तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च।। २१।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com