________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ )
(શ્રાવકધર્મપ્રકાશ
આવા ભક્તિ-પૂજા-આહારદાન વગેરે શુભભાવ શ્રાવકોને હોય છે, એવી જ એની ભૂમિકા છે. દૃષ્ટિમાં તો અત્યારથી જ તે રાગને હેય કર્યો છે એટલે દષ્ટિના બળે અલ્પકાળમાં ચારિત્ર પ્રગટ કરી, રાગને સર્વથા છોડીને તે મુક્તિ પામશે.
સામો જીવ ધર્મની આરાધના કરી રહ્યો હોય તેને જોતાં ધર્મીને તેના પ્રત્યે પ્રમોદ–બહુમાન ને ભક્તિનો ભાવ ઉલ્લસે છે, કેમકે પોતાને કેવી આરાધનાનો તીવ્ર પ્રેમ છે. એટલે તેના પ્રત્યે ભક્તિથી (−હું તેના ઉપર ઉપકાર કરું છું એવી બુદ્ધિથી નહિ પણ આદરપૂર્વક) શાસ્ત્રદાન, આહારદાન વગેરે ભાવ આવે છે. એ બહાને પોતે પોતાનો રાગ ઘટાડે છે ને આરાધનાની ભાવના પુષ્ટ કરે છે. જીઓ, આ તો વીતરાગી સંતે વસ્તુસ્વરૂપ પ્રગટ કર્યું છે-જેઓ અત્યંત નિઃસ્પૃહ હતા, જેમને કાંઈ પરિગ્રહ ન હતો, જેમને જગત પાસેથી કાંઈ લેવું ન હતું. ધર્મી જીવ પણ નિઃસ્પૃહ હોય છે, એને પણ કોઈ પાસેથી લેવાની કામના નથી. લેવાની વૃત્તિ તે તો પાપ છે. ધર્મી જીવ તો દાનાદિ વડે રાગ ઘટાડવા માંગે છે. કોઈ ધર્મીને વિશેષ પુણ્યથી વધારે વૈભવ પણ હોય, તેથી કરીને કાંઈ તેને વધારે રાગ છે-એમ નથી. રાગનું માપ સંયોગ ઉ૫૨થી નથી. અહીં તો ધર્મની નીચલી ભૂમિકામાં (શ્રાવકદશામાં ) ધર્મ કેટલો હોય, રાગ કેવો હોય ને તેનું ફળ કેવું હોય તે બતાવ્યું છે. ત્યાં જેટલી વીતરાગતા થઈ છે તેટલો ધર્મ છે ને તેનું ફળ તો આત્મશાંતિનું વેદન છે; સ્વર્ગાદિ વૈભવ મળે તે કાંઈ વીતરાગભાવરૂપ ધર્મનું ફળ નથી, એ તો રાગનું ફળ છે. કોઈ જીવ અહીં બ્રહ્મચર્ય પાળેને સ્વર્ગમાં એને અનેક દેવીઓ મળે તો શું બ્રહ્મચર્યના ફળમાં દેવી મળી? ના, બ્રહ્મચર્યમાં જેટલો રાગ ટળ્યો ને વીતરાગભાવ થયો તેનું ફળ તો આત્મામાં છે, પણ હજી તે પૂર્ણ વીતરાગ થયો નથી એટલે અનેક પ્રકારનો શુભ ને અશુભ રાગ બાકી રહી ગયો છે; હવે ધર્મીને જે શુભરાગ બાકી રહી ગયો છે તેના ફળમાં તે ક્યાં જશે? શું નરકાદિ હલકી ગતિમાં જશે ? ના; એ તો દેવલોકમાં જ જાય. એટલે દેવલોકની પ્રાપ્તિ તે રાગનું ફળ છે, ધર્મનું નહિ. અહીં પુણ્યનું ફળ બતાવીને કાંઈ તેની લાલચ નથી કરાવતા, પણ રાગ ઘટાડવાનો ઉપદેશ આપે છે. જેમ સ્ત્રી, શરીર વગેરે ખાતર અશુભભાવથી શક્તિપ્રમાણે ખર્ચ ઉત્સાહપૂર્વક કરે છે, ત્યાં બીજાએ તેને કહેવું નથી પડતું કે તું આટલું વા૫૨. તો જેને ધર્મનો પ્રેમ છે તે જીવ પોતાની મેળે ઉત્સાહથી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, પાત્રદાન વગેરેમાં વારંવાર પોતાની લક્ષ્મીનો ઉપયોગ કરે છે–એમાં કોઈના કહેવાની રાહ નથી જોતો. રાગ તો પોતાને માટે ઘટાડવો છે ને! કાંઇ બીજાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com