________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૪૫ સમ્યગ્દર્શન હોવું તે પહેલી શરત છે, પછી આગળની વાત છે. શ્રાવકને સમ્યગ્દર્શનપૂર્વક અષ્ટમૂળગુણનું પાલન નિયમથી હોય.
વડના ટેટા, પીપર, કઠુંમર, ઉમર તથા પાકર એ પાંચે ક્ષીરવૃક્ષને ઉદમ્બર કહે છે. તે ત્રસહિંસાના સ્થાન છે તેનો ત્યાગ, તથા ત્રણ “મકાર એટલે કે મધ માંસ ને મદિરા એ ત્રણનો નિયમથી ત્યાગ તે અષ્ટમૂળગુણ છે; અથવા પાંચ અણુવ્રતનું પાલન ને મધ-માંસ-મધુનો નિરતિચાર ત્યાગ તે શ્રાવકના આઠ મૂળગુણ છે; તે તો દરેક શ્રાવકને નિયમથી હોય, -મનુષ્ય હો કે તિર્યંચ હો, પુરુષ હો કે સ્ત્રી હો. અઢીદીપ બહાર તીર્થંચોમાં અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ છે તેમ જ શ્રાવકો-પંચમગુણસ્થાની પણ અસંખ્યાતા છે. સમ્યગ્દષ્ટિને જેવો શુદ્ધસ્વભાવ છે તેવો પ્રતીતમાં આવી ગયો છે ને પર્યાયમાં તેવું અલ્પ શુદ્ધપરિણમન થયું છે. શુદ્ધસ્વભાવની શ્રદ્ધાના પરિણમનપૂર્વક શુદ્ધતાનું પરિણમન હોય છે ને એવી શુદ્ધિ સાથે શ્રાવકને આઠ મૂળગુણ, ત્રસહિંસાના અભાવરૂપ પાંચ અણુવ્રત, રાત્રિભોજન-ત્યાગ, વગેરે હોય છે. તે સંબંધી શુભભાવ છે તે પુણ્યનું ઉપાર્જન કરનાર છે, “પુષ્પીય ભવ્યાત્મનામા' કોઈ તેને મોક્ષનું કારણ માની લ્ય તો તે ભૂલ છે. શ્રી ઉમાસ્વામીએ મોક્ષશાસ્ત્રમાં પણ શુભઆસવના પ્રકરણમાં વ્રતોનું વર્ણન કર્યું છે, તેને કાંઈ સંવર તરીકે નથી વર્ણવ્યા.
અહીં શ્રાવકને મધ-માંસ વગેરેનો ત્યાગ હોવાનું કહ્યું, પરંતુ એ ધ્યાન રાખવું કે પહેલી ભૂમિકામાં સાધારણ જિજ્ઞાસુને પણ મધ-માંસ-મધુ-રાત્રિભોજન વગેરે તીવ્ર પાપનાં સ્થાનોનો તો ત્યાગ જ હોય જ, ને શ્રાવકને તો પ્રતિજ્ઞાપૂર્વક નિયમથી તેનો ત્યાગ હોય છે.
રાત્રિભોજનમાં ઘણી ત્રસહિંસા થાય છે, તેથી શ્રાવકને તેનો ત્યાગ હોય. એ જ રીતે અળગણ પાણીમાં પણ ત્રસ જીવો હોય છે. શુદ્ધ અને જાડા કપડાથી ગળીને પછી જ શ્રાવક પાણી પીએ. મેલાં કપડાથી પાણી ગળે તો તો તે કપડાના મેલમાં જ ત્રસ જીવ હોય, માટે કહ્યું કે શુદ્ધવસ્ત્રથી ગળેલું પાણી પીવાના કામમાં ધ્યે. રાત્રે તો પાણી પીએ નહિ ને દિવસે ગળીને પીએ. રાત્રે ત્રસ જીવોનો ઘણો સંચાર હોય છે, એટલે રાત્રિના ખાન-પાનમાં ત્રસજીવોની હિંસા થાય છે. જેમાં ત્રસહિંસા હોય એવા કોઈ કાર્યનાં પરિણામ વ્રતી-શ્રાવકને હોઈ શકે નહિ.
ભક્ષ્ય-અભક્ષ્યના વિવેક વગર કે દિવસ-રાતના વિવેક વગર ગમે તેમ વર્તતો હોય ને કહે કે અમે શ્રાવક છીએ, –પણ ભાઈ ! શ્રાવકને તો કેટલો રાગ ઘટી ગયો હોય? એનો વિવેક કેટલો હોય? એકાવતારી ઇન્દ્ર અને સર્વાર્થસિદ્ધિના દેવો કરતાંય ઊંચી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com