________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬)
(શ્રાવકધર્મપ્રકાશ જેની પદવી, –એના વિવેકની ને એના મંદરાગની શી વાત? અંદર શુદ્ધાત્માને દષ્ટિમાં લઈને સાધી રહ્યા છે, ને પર્યાયમાં રાગ ઘણો જ ઘટી ગયો છે. મુનિ કરતાં થોડીક જ ઓછી એની દશા છે. –આવી શ્રાવકદશા અલૌકિક છે. ત્યાં ત્રસહિંસાના ભાવ કેવા ? ને અંદર ત્રસહિંસાના ભાવ ન હોય એટલે બહારમાં પણ એવું ત્રસહિંસાનું આચરણ સહેજે ન જ હોય, –એવો મેળ છે. અંદર ત્રસહિંસાના પરિણામ ન હોય ને બહાર હિંસાની ગમે તેવી પ્રવૃત્તિ થયા કરે એમ ન હોય. કોઈ કહે બધું અભક્ષ ખાવું ખરું પણ ભાવ ન કરવા, -તો એ સ્વચ્છંદી છે, પોતાના પરિણામનો એને વિવેક નથી. ભાઈ, જ્યાં અંદરથી પાપના ભાવ છૂટી ગયા ત્યાં, “બહારમાં પાપની ક્રિયા ભલે હોય” એવી ઊંધી વૃત્તિ ઊઠે જ કેમ ? મોઢામાં કંદમૂળ ભચડતો હોય ને કહે કે અમને રાગ નથી, –એ તો સ્વચ્છંદતા છે. ભાઈ, આ તો વીતરાગનો માર્ગ છે. તું સ્વચ્છંદપૂર્વક રાગનું સેવન કર ને તને વીતરાગમાર્ગ હાથમાં આવી જાય-એમ બને નહિ. સ્વચ્છેદથી રાગને સેવે ને પોતાને મોક્ષમાર્ગી માની લે એને તો દષ્ટિ પણ ચોકખી નથી; સમ્યગ્દર્શન જ નથી, ત્યાં શ્રાવકપણાની કે મોક્ષમાર્ગની વાત કેવી? બીડી-તમાકુના વ્યસન કે વાસી અથાણાં-મુરબ્બા એ બધામાં ત્રસહિંસા છે, શ્રાવકને તેનું સેવન હોય નહિ. એ પ્રમાણે ત્રસહિંસાના જેટલા સ્થાનો હોય, જ્યાં જ્યાં ત્રસહિંસાનો સંભવ હોય તેવાં આચરણ શ્રાવકને હોય નહિ-એમ સમજી લેવું.
મધ, માંસ અને મધુ અર્થાત્ દારૂ, તથા પાંચ પ્રકારનાં ઉદમ્બર ફળ, તેનો ત્યાગ તો શ્રાવકને પ્રથમ જ હોય-એમ પુરુષાર્થસિદ્ધિઉપાયમાં અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે. જેને એનો ત્યાગ નથી તેને વ્યવહારથી પણ શ્રાવકપણું નથી અને તે ધર્મશ્રવણને પણ યોગ્ય નથી. સમન્તભદ્રસ્વામીએ રત્નકાંડશ્રાવકાચારમાં ત્રસહિંસાદિના ત્યાગરૂપ પાંચ અણુવ્રતનું પાલન તથા મધ-માંસ-મધુનો ત્યાગ-એ પ્રમાણે અષ્ટમૂળગુણ કહ્યા છે. મૂળ તો બંનેમાં ત્રસહિંસાને લગતા તીવ્ર પાપપરિણામોના ત્યાગની વાત છે. જે ગૃહસ્થને સમ્યગ્દર્શનપૂર્વક પાંચ પાપના ને ત્રણ “મ'કારના ત્યાગની દઢતા થઈ તેને સમસ્ત ગુણરૂપી મહેલનો પાયો નંખાયો. અનાદિથી સંસારભ્રમણનું કારણ જે મિથ્યાત્વ અને તીવ્ર પાપ તેનો અભાવ થતાં જીવ અનેક ગુણગ્રહણને પાત્ર થયો, તેથી આ અખત્યાગને અષ્ટમૂળગુણ કહ્યા છે. ઘણા લોકો દવા વગેરેમાં મધ ખાય છે, પરંતુ માંસની જેમ જ મધને પણ અભક્ષ્ય ગયું છે. રાત્રિભોજનમાં પણ ત્રસહિંસાનો મોટો દોષ છે. શ્રાવકને એવા પરિણામ હોય નહિ.
ભાઈ, અનંતકાળમાં તને આવો મનુષ્ય અવતાર મળ્યો તો તેમાં આત્માનું હિત કેમ થાય–તેનો વિચાર કર. એક અંગુલ જેટલા ક્ષેત્રમાં અસંખ્યાતા ઔદારિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com