________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧૯ ધર્મનો પ્રેમ ટકાવીને ભક્તિથી જિનમંદિર વગેરે કરાવે છે તે ધન્ય છે. સ્તવનમાં પણ આવે છે કે
ચૈત્યાલય જો કરે ધન્ય સો શ્રાવક કહિએ,
તામું પ્રતિમા ઘરે ધન્ય સો ભી સરદહિયે. અગાઉ તો ભરત ચક્રવર્તી જેવાએ પણ કૈલાસ પર્વત ઉપર ત્રણ ચોવીસી તીર્થકરોના રત્નમય જિનબિંબો સ્થાપ્યા. બીજા પણ અનેક મોટા મોટા રાજામહારાજાઓ ને ધર્માત્માઓ મહાન જિનમંદિર કરાવતા હતા. જુઓને, મુડબિદ્રિમાં ‘ત્રિભુવનતિલકચૂડામણિ” જિનમંદિર જેવડું મોટું છે! જેને એક હજાર તો થાંભલા હતા. વળી મહા કિંમતી રત્નોની ૩પ મૂર્તિઓ પણ ત્યાં છે, એ પણ ધર્માત્મા શ્રાવકોએ દર્શન માટે કરાવેલી છે. “શ્રવણબેલગોલા’ માં પણ ઇન્દ્રગિરિ પહાડમાં કોતરેલ પ૭ ફૂટ ઊંચી બાહુબલી ભગવાનની પ્રતિમા કેવી અદ્દભુત છે! અહા, જાણે વીતરાગતાનો પિંડલો! પવિત્રતા અને પુણ્ય બંને એમાં દેખાઈ રહ્યા છે. એ રીતે શ્રાવકો ઘણી ભક્તિપૂર્વક જિનબિંબ સ્થાપતા ને જિનમંદિર બંધાવતા. અત્યારે તો અહીં અનાર્યવૃત્તિવાળા જીવો ઘણા, ને આર્ય જીવો થોડા, તેમાં પણ જૈનો થોડા, તેમાં પણ ધર્મના જિજ્ઞાસુ ઘણા થોડા, ને તેમાંય ધર્માત્મા ને સાધુઓ તો અત્યંત વિરલા ! જો કે તે ત્રણેકાળે વિરલ છે પણ અત્યારે અહીં તો ઘણાં વિરલ છે. જ્યાં જુઓ ત્યાં કુદેવ અને મિથ્યાત્વનું જોર ફેલાયેલું છે. આવા કળસકાળમાં પણ જે જીવો ભક્તિપૂર્વક જિનાલય ને જિનબિંબની વિધિપૂર્વક સ્થાપના કરાવે છે તેઓ જિનદેવના ભક્ત, સમ્યગ્દષ્ટિ-ધર્મના સચિવંત છે, ને એવા ધર્મજીવોની સજ્જનો પ્રશંસા કરે છે.
જુઓ ભાઈ, જિનમાર્ગમાં વીતરાગપ્રતિમા અનાદિની છે. સ્વર્ગમાં શાશ્વત જિન પ્રતિમાઓ છે, નંદીશ્વરમાં છે, મેરુપર્વત ઉપર છે. ૫૦૦ ધનુષના રત્નમય જિનબિંબો એવા અલૌકિક છે-જાણે કે સાક્ષાત્ તીર્થંકર હોય, ને હુમણાં વાણી છૂટશે!! કારતક, ફાગણ ને અષાડ માસની અષ્ટાલિકામાં ઈદ્રો ને દેવો નંદીશ્વર જઈને મહા ભક્તિપૂર્વક દર્શન-પૂજન કરે છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં મહા પૂજન કહ્યાં છે-ઇન્દ્ર દ્વારા પૂજા થાય તે ઇન્દ્રધ્વજ પૂજા છે, ચક્રવર્તી કિમિચ્છક દાનપૂર્વક રાજાઓની સાથે જે મહાપૂજા કરે છે તેને કલ્પદ્રુમપૂજા કહેવાય છે; અષ્ટાલિકામાં જે વિશેષ પૂજા થાય તેને અષ્ટાલિકપૂજન કહેવાય છે; મુકુટબદ્ધ રાજાઓ જે પૂજા કરાવે તેને સર્વતોભદ્ર અથવા મહામહપૂજા કહે છે, રોજરોજ શ્રાવક જે પૂજા કરે તે નિત્યમહ પૂજા છે.
ભરત ચક્રવર્તી મહાપૂજન કરાવતા તેનું ઘણું વર્ણન આદિપુરાણમાં આવે છે. સૂર્યની અંદર શાશ્વત જિનબિંબ છે; ભરત ચક્રવર્તીને ચાક્ષુષ જ્ઞાનનો એટલો તીવ્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com