________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૧૬૩
સ્વતંત્રતાની ઘોષણા )
થઈ જાય. બહા૨થી તેમજ અંદરથી આવું ભેદજ્ઞાન સમજતાં મોક્ષ તો હથેળીમાં આવી જાય છે. હું પરથી તો છૂટો ને મારામાં એક ગુણનું કાર્ય બીજા ગુણથી નહિ–આ મહાસિદ્ધાંત સમજતાં સ્વાશ્રયભાવે અપૂર્વ કલ્યાણ પ્રગટે છે.
કર્મ તેના કર્તા વગર હોતું નથી-એ વાત ત્રીજા બોલમાં કરી; ને ચોથા બોલમાં કર્તાની (−વસ્તુની) સ્થિતિ સદાય એકસરખી હોતી નથી પણ નવા નવા પરિણામરૂપે તે બદલ્યા કરે છે-એ વાત કહેશે. દર વખતે પ્રવચનમાં આ ચોથા બોલનો વિશેષ વિસ્તાર થાય છે, આ વખતે બીજા બોલનો વિશેષ વિસ્તાર આવ્યો.
કર્તા વગર કાર્ય હોતું નથી એ સિદ્ધાંત છે; ત્યાં કોઈ કહે કે આ જગત તે કાર્ય છે ને ઈશ્વર તેનો કર્તા છે તો એ વાત વસ્તુસ્વરૂપની નથી. દરેક વસ્તુ પોતે જ પોતાની પર્યાયનો ઈશ્વર છે, ને તે જ કર્તા છે, એનાથી ભિન્ન બીજો કોઈ ઈશ્વર કે બીજો કોઈ પદાર્થ કર્તા નથી. પર્યાય તે કાર્ય ને પદાર્થ તેનો કર્તા.
કર્તા વગર કાર્ય નથી, ને બીજો કોઈ કર્તા નથી.
કોઈપણ અવસ્થા થાય- શુદ્ધઅવસ્થા, વિકારી અવસ્થા કે જડ અવસ્થા-તેનો કર્તા ન હોય એમ બને નહિ, તેમજ બીજો કોઈ કર્તા હોય-એમ પણ ન બને.
–તો શું ભગવાન તેના કર્તા છે?
-હા, ભગવાન કર્તા ખરા, પણ કયા ભગવાન ? કોઈ બીજા ભગવાન નહિ પણ આ આત્મા પોતે ભગવાન છે તે જ કર્તા થઈને પોતાના શુદ્ધ અશુદ્ધ પરિણામને કરે છે. જડના પરિણામને જડપદાર્થ કરે છે. એના ભગવાન એ. દરેક વસ્તુ પોતપોતાની અવસ્થાને રચનાર ઈશ્વર છે.
સંયોગ વગર અવસ્થા ન થાય એમ નહિ, પરંતુ વસ્તુ પરિણમ્યા વગર અવસ્થા ન થાય-એ સિદ્ધાંત છે. પોતાની પર્યાયના કર્તૃત્વનો અધિકાર વસ્તુનો પોતાનો છે, ૫૨નો તેમાં અધિકાર નથી.
ઇચ્છારૂપી કાર્ય થયું તો તેનો કર્તા આત્મદ્રવ્ય છે.
તે વખતે તેનું જ્ઞાન થયું, તે જ્ઞાનનો કર્તા આત્મદ્રવ્ય છે.
પૂર્વની પર્યાયમાં તીવ્ર રાગ હતો માટે વર્તમાનમાં રાગ થયો-એમ પૂર્વ પર્યાયમાં આ પર્યાયનું કર્તાપણું નથી. વર્તમાનમાં આત્મા તેવા ભાવરૂપે પરિણમીને પોતે કર્તા થયો છે. એ જ રીતે જ્ઞાનપરિણામ, શ્રદ્ધાપરિણામ, આનંદપરિણામ, તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com