________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪).
(સ્વતંત્રતાની ઘોષણા બધાનો કર્તા આત્મા છે. પર તો નહિ, પૂર્વના પરિણામ તો નહિ તેમ જ વર્તમાન તેની સાથે વર્તતા બીજા પરિણામ પણ કર્તા નહિ, આત્મદ્રવ્ય પોતે કર્તા છે. શાસ્ત્રમાં પૂર્વપર્યાયને કોઈવાર ઉપાદાન કહે છે, તે તો પૂર્વ-પછીની સંધિ બતાવવા માટે કહ્યું છે. પણ પર્યાયનું કર્તા તો તે વખતે વર્તતું દ્રવ્ય છે, તે જ પરિણામી થઈને કાર્યરૂપે પરિણમ્યું છે. જે સમયે સમ્યગ્દર્શન-પર્યાય થઈ તે સમયે તેનો કર્તા આત્મા જ છે. પૂર્વની ઇચ્છા, વીતરાગની વાણી કે શાસ્ત્ર-તે કોઈ ખરેખર આ સમ્યગ્દર્શનના કર્તા નથી.
એ જ રીતે જ્ઞાનકાર્યનો કર્તા પણ આત્મા જ છે. ઇચ્છાનું જ્ઞાન થયું, –ત્યાં તે જ્ઞાન કાંઈ ઇચ્છાનું કાર્ય નથી. ને ઇચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. બંને પરિણામ એક જ વસ્તુના હોવા છતાં તેમને કર્તા-કર્મપણું નથી. કર્તા તો પરિણામી વસ્તુ છે.
પુદગલમાં ખાટી-ખારી અવસ્થા હતી ને જ્ઞાને તે પ્રમાણે જાણ્યું. ત્યાં ખાટું ખારું તે પુગલના પરિણામ છે, ને પુદ્ગલો તેના કર્તા છે; તે સંબંધી જે જ્ઞાન થયું તેનો કર્તા આત્મા છે. તે જ્ઞાનનો કર્તા ખાટી-ખારી અવસ્થા નથી. કેટલી સ્વતંત્રતા !! એ જ રીતે શરીરમાં રોગાદિ જે કાર્ય થાય તેના કર્તા તે પુદ્ગલો છે, આત્મા નહિ; ને તે શરીરની હાલતનું જે જ્ઞાન થયું તેનો કર્તા આત્મા છે. આત્મા કર્તા થઈને જ્ઞાનપરિણામને કરે છે પણ શરીરની અવસ્થાને તે કરતો નથી.
આ તો પરમેશ્વર થવા માટે પરમેશ્વરના ઘરની વાત છે. પરમેશ્વર-સર્વજ્ઞદેવે કહેલું આ વસ્તુસ્વરૂપ છે.
જગતમાં ચેતન કે જડ અનંત પદાર્થો અનંતપણે કાયમ ટકીને પોતપોતાના વર્તમાન કાર્યને કરે છે. એકેક પરમાણુમાં સ્પર્શ-રંગ વગેરે અનંતગુણો; સ્પર્શની ચીકણી વગેરે અવસ્થા, રંગની કાળી વગેરે અવસ્થા, તે તે અવસ્થાનું કર્તા પરમાણુદ્રવ્ય છે; ચીકણી અવસ્થા તે કાળી અવસ્થાની કર્તા નથી.
એ રીતે આત્મામાં -દરેક આત્મામાં અનંતગુણો; જ્ઞાનમાં કેવળજ્ઞાનપર્યાયરૂપ કાર્ય થયું, આનંદમાં પૂર્ણ આનંદ પ્રગટયો; તેનો કર્તા આત્મા પોતે છે. મનુષ્યદેહુ કે મજબુત સહુનનના કારણે તે કાર્ય થયું એમ નથી. પૂર્વની મોક્ષમાર્ગપર્યાયના આધારે તે કાર્ય થયું એમ નથી, જ્ઞાન ને આનંદના પરિણામ એકબીજાના આશ્રયે પણ નથી, દ્રવ્ય જ પરિણમીને તે કાર્યનું કર્તા થયું છે. ભગવાન આત્મા પોતે જ પોતાના કેવળજ્ઞાનાદિ કાર્યનો કર્તા છે, કોઈ બીજો નહિ. આ ત્રીજો બોલ થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com