________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા )
(૪) વસ્તુની સદા એકરૂપે સ્થિતિ રહેતી નથી
સર્વજ્ઞદેવે જોયેલ વસ્તુનું સ્વરૂપ એવું છે કે તે કાયમ ટકીને ક્ષણે ક્ષણે નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. અવસ્થા બદલ્યા વગર એમ ને એમ કૂટસ્થ જ રહે–એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, એટલે એમાં સર્વથા એકલું નિત્યપણું નથી. પર્યાયથી પલટાવાપણું પણ છે. વસ્તુ પોતે જ પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવે-એમ નથી. નવી નવી પર્યાયરૂપે થવું તે વસ્તુનો પોતાનો સ્વભાવ છે, તો બીજો તેને શું કરે? આ સંયોગોને કારણે આ પર્યાય થઈએમ સંયોગને લીધે જે પર્યાય માને છે તેણે વસ્તુના પરિણમનસ્વભાવને જાણ્યો નથી. ભાઈ, તું સંયોગથી ન જો, વસ્તુના સ્વભાવને જો. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે. દ્રવ્યપણે એકરૂપ રહે પણ પર્યાયપણે એકરૂપે ન રહે, પલટાયા જ કરે–એવું વસ્તુનું સ્વરૂપ છે.
વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ
આ પુસ્તકનું પાનું પહેલાં આમ હતું ને પછી ફર્યું, ત્યાં હાથ અડયો માટે તે ફર્યું એમ નથી; પણ તે પાનાનાં રજકણોમાં જ એવો સ્વભાવ છે કે સદા એકરૂપે તેની સ્થિતિ ન રહે, તેની હાલત બદલાયા જ કરે. તેથી તે સ્વયં પહેલી અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપ થયા છે, બીજાને લીધે નહિ. વસ્તુમાં ભિન્ન ભિન્ન અવસ્થા થયા જ કરે છે; ત્યાં સંયોગને કારણે તે ભિન્ન અવસ્થા થઈએવો અજ્ઞાનીનો ભ્રમ છે કેમકે તે સંયોગને જ જુએ છે પણ વસ્તુના સ્વભાવને દેખતો નથી. વસ્તુ પોતે પરિણમનસ્વભાવવાળી છે એટલે એક જ પર્યાયરૂપે તે રહ્યા ન કરે;- આવા સ્વભાવને જાણે તો, કોઈ સંયોગથી પોતામાં કે પોતાથી ૫૨માં ફેરફાર થવાની બુદ્ધિ છૂટી જાય, ને સ્વદ્રવ્ય સામે જોવાનું રહે, એટલે મોક્ષમાર્ગ પ્રગટે.
આ ચાર બોલથી એમ સમજાવ્યું કાર્યની કર્તા છે, -આ ચોક્કસ સિદ્ધાંત છે.
( ૧૬૫
પાણી પહેલાં ઠંડું હતું, ચૂલા ઉપર આવતાં ઊનું થયું, ત્યાં તે રજકણોનો જ એવો સ્વભાવ છે કે એક અવસ્થારૂપે કાયમ તેની સ્થિતિ ન રહે, તેથી તે પોતાના સ્વભાવથી જ ઠંડી અવસ્થા છોડીને ઊની અવસ્થારૂપ પરિણમ્યા છે, આમ સ્વભાવને ન જોતાં, અજ્ઞાની સંયોગને જુએ છે કે અગ્નિ આવી માટે પાણી ઊનું થયું. અહીં આચાર્યદેવે ચાર બોલથી સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે, તે સમજે તો કયાંય ભ્રમ ન રહે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com