________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર)
(સ્વતંત્રતાની ઘોષણા આત્માને બહુ દુઃખ થશે, એમ સન્તોને તો કરુણા આવે છે. સન્તો નથી ઇચ્છતા કે કોઈ જીવને દુઃખ થાય, જગતમાં બધા જીવો સત્ય સ્વરૂપ સમજે ને દુઃખથી છૂટીને સુખ પામે એવી ભાવના છે.
ભાઈ ! તારા સમ્યગ્દર્શનનું આધાર તારું આત્મદ્રવ્ય છે, શુભરાગ કાંઈ તેનો આધાર નથી. મંદરાગ તે કર્તા ને સમ્યગ્દર્શન તેનું કાર્ય-એમ ત્રણ કાળમાં નથી. વસ્તુનું જે સ્વરૂપ છે તે ત્રણ કાળમાં આઘુંપાછું નહિ ફરે. કોઈ જીવ અજ્ઞાનથી એને વિપરીત માને તેથી કાંઈ સત્ય ફરી ન જાય. કોઈ સમજે કે ન સમજે, સત્ય તો સદા સત્યરૂપે જ રહેશે, તે કદી ફરશે નહિ. જેમ છે તેમ તેને જે સમજશે તે પોતાનું કલ્યાણ કરી જશે. ને ન સમજે એની શી વાત? એ તો સંસારમાં રખડી જ રહ્યા છે.
“જાઓ, વાણી સાંભળી માટે જ્ઞાન થાય છે ને ! પણ સોનગઢવાળા ના પાડે છે કે વાણીના આધારે જ્ઞાન ન થાય” આમ કહીને કેટલાક કટાક્ષ કરે છે; પણ બાપુ, એ તો વસ્તુસ્વરૂપ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા પણ દિવ્યધ્વનિમાં એમ જ કહે છે કે જ્ઞાન આત્માના આશ્રયે થાય છે, જ્ઞાન તે આત્માનું કાર્ય છે, દિવ્યધ્વનિના પરમાણુનું તે કાર્ય નથી. જ્ઞાનકાર્યનો કર્તા આત્મા છે, નહિ કે વાણીના રજકણો. જે પદાર્થના જે ગુણનું જે વર્તમાન હોય તે બીજા પદાર્થના કે બીજા ગુણના આશ્રયે હોતું નથી. તેનો કર્તા કોણ? કે વસ્તુ પોતે. કર્તા અને તેનું કાર્ય બંને એક જ વસ્તુમાં હોવાનો નિયમ છે. તે ભિન્ન વસ્તુમાં હોતાં નથી.
આ લાકડી ઊંચી થઈ તે કાર્ય; તે કોનું કાર્ય? કર્તાનું કાર્ય કર્યા વગર કાર્ય ન હોય. કર્તા કોણ? લાકડીની આ અવસ્થાના કર્તા લાકડીના રજકણો જ છે, આ હથ, આંગળી કે ઇચ્છા તેના કર્તા નથી.
હવે અંદરનું સૂક્ષ્મ દષ્ટાન્ત લઈએઃ કોઈ આત્મામાં ઇચ્છા અને સમ્યજ્ઞાન બંને પરિણામ વર્તે છે; ત્યાં ઇચ્છાના આધારે સમ્યજ્ઞાન નથી. ઇચ્છા તે સમ્યજ્ઞાનની કર્તા નથી. આત્મા જ કર્તા થઈને તે કાર્ય કરે છે. કર્તા વગરનું કર્મ નથી ને બીજો કોઈ કર્તા નથી, એટલે જીવકર્તા વડે જ્ઞાનકાર્ય થાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના બધા કાર્યોમાં તે તે પદાર્થનું જ કર્તાપણું છે-એમ સમજી લેવું.
જાઓ, ભાઈ ! આ તો સર્વજ્ઞ ભગવાનના ઘરની વાત છે.. મહા કલ્યાણની વાત છે, તે સાંભળીને રાજી થવા જેવું છે. આહા ! સન્તોએ વસ્તુ સ્વરૂપ સમજાવીને માર્ગ સ્પષ્ટ કરી દીધો. સંતોએ બધો માર્ગ સહેલો ને સીધોસટ કરી દીધો, તેમાં વચ્ચે કયાંય અટકવાપણું નથી. પરથી છૂટું આવું સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજે તો મોક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com