________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ )
(શ્રાવકધર્મપ્રકાશ
સ્વભાવના અનુભવથી-શ્રદ્ધાથી અત્યંત સંતુષ્ટ વર્તે છે, જગતના કોઈ સંયોગની આકાંક્ષા તેને નથી. સમ્યગ્દર્શન વગરનો કોઈ જીવ હજારો શિષ્યોથી પૂજાતો હોય તોપણ તે પ્રશંસનીય નથી, ને કોઈક સમ્યગ્દષ્ટિ-ધર્માતમાને માનનાર કોઈ ન હોય તોપણ તે પ્રશંસનીય છે, કેમકે તે મોક્ષનો પંથી છે, તે સર્વજ્ઞનો ‘લઘુનન્દન ' છે; મુનિ તે સર્વજ્ઞના મોટા પુત્ર છે ને સમકિતી તે લઘુનંદન એટલે નાનો પુત્ર છે. ભલે નાનો, પણ છે તો સર્વજ્ઞનો વારસદાર, તે અલ્પકાળમાં ત્રણલોકનો નાથ સર્વજ્ઞ થશે.
રોગાદિ ગમે તેવી પ્રતિકૂળતામાંય ‘હું સ્વયંસિદ્ધ, ચિદાનંદસ્વભાવી ૫રમાત્મા છું' એવી નિજાત્માની અંતરપ્રતીત ધર્મીને ખસતી નથી. આત્માના સ્વભાવની આવી પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, ને તેમાં નિમિત્તરૂપ સર્વજ્ઞદેવની વાણી છે; તેમાં જેને સંદેહ છે તે જીવને ધર્મ હોતો નથી. સમ્યગ્દષ્ટિ જિનવચનમાં અને જિનવચને દર્શાવેલા આત્મસ્વભાવમાં પ્રતીતિ કરીને સમ્યગ્દર્શનમાં નિશ્ચલ સ્થિતિ કરે છે. આવા જીવો જગતમાં ત્રણેકાળે વિરલા જ હોય છે. ભલે થોડા હોય તોપણ તે પ્રશંસનીય છે. જગતના સામાન્ય જીવો ભલે તેને ન ઓળખે પણ સર્વજ્ઞભગવંતો સંતો ને જ્ઞાનીઓથી તે પ્રશંસાને પાત્ર છે, ભગવાને અને સંતોએ તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યા છે. જગતમાં આથી મોટી બીજી કઈ પ્રશંસા છે? બહારમાં ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ હોય તોપણ સમ્યગ્દષ્ટિ-ધર્માત્મા પવિત્ર દર્શનથી ચલાયમાન થતા નથી.
પ્રશ્ન:- ચારેકોર પ્રતિકૂળતાથી ઘેરાયેલો હોય એવા દુઃખિયાને સમ્યગ્દર્શનની ફૂરસદ કયાંથી મળે ?
ઉત્ત૨:- ભાઈ ! સમ્યગ્દર્શનમાં કયાં કોઈ સંયોગની જરૂર છે? પ્રતિકૂળ સંયોગો કાંઈ દુઃખનું કારણ નથી ને અનુકૂળ સંયોગો કાંઈ સમ્યક્ત્વનું કારણ નથી. આત્મસ્વરૂપમાં ભ્રાંતિ જ દુઃખનું કારણ છે ને આત્મસ્વરૂપની નિર્ભ્રાન્ત પ્રતીતરૂપ સમ્યગ્દર્શન તે સુખનું કારણ છે. આ સમ્યગ્દર્શન કોઈ સંયોગોના આશ્રયે નથી પણ પોતાના સહજ સ્વભાવના જ આશ્રયે છે. અરે, નરકમાં તો કેટલી અસહ્ય પ્રતિકૂળતા છે! ત્યાં ખાવાનું અન્ન કે પીવાનું પાણી મળતું નથી, ઠંડી-ગરમીનો પાર નથી, શરીરમાં પીડાનો પાર નથી, કાંઈ જ સગવડતા નથી, છતાં ત્યાં પણ (સાતમી નરકમાં પણ) અસંખ્યાતા જીવો સમ્યગ્દર્શન પામેલા છે;–તે કોના આધારે પામ્યા? સંયોગનું લક્ષ છોડી પરિણિતને અંતરમાં વાળીને પોતાના આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પામ્યા. નરકમાં પણ આવું સમ્યગ્દર્શન થાય છે તો અહીં કેમ ન થાય ? અહીં કાંઈ નરક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com