________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૩
શ્રાવકધર્મપ્રકાશ) બહારના ચિંતામણિ વગેરેની વાંછા જ્ઞાનીને નથી. જો કે પુણ્યના ફળમાં ચિંતામણિ, કલ્પવૃક્ષ વગેરે વસ્તુઓ થાય છે ખરી-એને ચિંતવતાં બાહ્ય સામગ્રી વસ્ત્ર-ભોજનાદિ મળે, પણ કાંઈ એની પાસેથી ધર્મ કે સમ્યગ્દર્શનાદિ ન મળે. ચોથા કાળમાં આ ભરતભૂમિમાં પણ કલ્પવૃક્ષ વગેરે હતાં, સમવસરણમાં પણ તે હોય છે, પરંતુ અત્યારે તો લોકોના પુણ્ય ઘટી ગયા એટલે તેવી વસ્તુઓ અહીં જોવામાં આવતી નથી; પરંતુ આચાર્યદવ કહે છે કે એવા પુણ્યફળનો મહિમા અમને નથી, અમને તો આ દાતા જ ઉત્તમ લાગે છે કે જે ધર્મની આરાધના સહિત દાન કરે છે. દાનના ફળમાં કલ્પવૃક્ષ વગેરે તો એની પાસે સહજમાત્રમાં આવશે.
પારસનો પત્થર લોઢામાંથી સોનું કરે-એમાં તે શું! - આ ચૈતન્યચિન્તામણિનો સ્પર્શ થતાં આત્મા પામરમાંથી પરમાત્મા બની જાય એવો ચિંતામણિ જ્ઞાનીના હાથમાં આવી ગયો છે. તે ધર્માત્મા પોતામાં રાગ ઘટાડીને ધર્મની વૃદ્ધિ કરે છે, ને બહારમાં પણ ધર્મની વૃદ્ધિ કેમ થાય, દેવ-ગુરુની પ્રભાવના ને મહિમા કેમ વધે ને ધર્માત્મા-સાધર્મીને ધર્મસાધનામાં કેમ અનુકૂળતા થાય એવી ભાવનાથી તે દાનકાર્ય કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે અને જેટલી જરૂર પડે તેટલું આપવા તે સદૈવ તૈયાર છે, તેથી તે જ ખરેખર ચિંતામણિ અને કામધેનુ છે. દાતા પારસમણિ સમાન છે કેમકે તેના સંપર્કમાં આવનારની દરિદ્રતા તે દૂર કરે છે.
મેરુપર્વતની પાસે દેવકુરુ-ઉત્તરકુરુ ભોગભૂમિ છે, ત્યાં કલ્પવૃક્ષો હોય છે તે ઈચ્છિત સામગ્રી આપે છે, ત્યાં જાગલિયા જીવો હોય છે ને કલ્પવૃક્ષથી પોતાનો જીવનનિર્વાહ કરે છે. દાનના ફળમાં જીવો ત્યાં જન્મે છે. અહીં પણ પહેલા-બીજા-ત્રીજા આરામાં એવા કલ્પવૃક્ષો હતાં. પરંતુ અત્યારે નથી; તેથી શાસ્ત્રકાર કહે છે કે એ કલ્પવૃક્ષ વગેરે પ્રસિદ્ધ હોવા છતાં અત્યારે અહીં તો તે કોઈનો ઉપકાર કરતા જોવામાં આવતા નથી. અહીં તો દાતાર શ્રાવકો જ ઇચ્છિત દાન વડે ઉપકાર કરતા જોવામાં આવે છે. ચિંતામણિ વગેરે તો અત્યારે શ્રવણમાત્ર છે, દેખાતા નથી, પણ ચિંતામણિની જેમ ઉદારતાથી દાન કરનારા ધર્મી-શ્રાવકો તો અત્યારે દેખાય છે.
જુઓ, ૯00 વર્ષ પહેલાં પદ્મનંદીમુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે તે વખતે આવા શ્રાવકો હતા. આ પદ્મનંદી મુનિરાજ મહાન સંત હતા; વનવાસી દિગંબર સંતોએ સર્વજ્ઞના વીતરાગ માર્ગની યથાર્થ પ્રણાલિકા ટકાવી રાખી છે. દિગંબર મુનિઓ એ તો જૈનશાસનના સ્થંભ છે. આ પદ્મનંદીમુનિએ આ શાસ્ત્રમાં વૈરાગ્ય ને ભક્તિના ઉપદેશની રેલમછેલ કરી છે, તેમ જ નિશ્ચયપંચાશત વગેરે અધિકારોમાં શુદ્ધ આત્માનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com