________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર)
(શ્રાવકધર્મપ્રકાશ મોક્ષમાર્ગ ઉપર છે, આહાર દઉં ને પુણ્ય બંધાય-એના ઉપર એનું લક્ષ નથી. એનું એક દષ્ટાન્ત આવે છે કે કોઈએ ભક્તિથી એક મુનિરાજને આહારદાન દીધુંને તેના આંગણે રત્નાવૃષ્ટિ થઈ, ત્યાં બીજો કોઈ લોભી માણસ એમ વિચારવા લાગ્યો કે હું પણ આ મુનિને આહારદાન કરું જેથી મારા ઘરે રત્નોની વૃષ્ટિ થશે. –જાઓ, આ ભાવનામાં તો લોભનું પોષણ છે. શ્રાવકને એવી ભાવના ન હોય; શ્રાવકને તો મોક્ષમાર્ગના પોષણની ભાવના હોય કે અહા ! ચૈતન્યના અનુભવથી જેવો મોક્ષમાર્ગ આ મુનિરાજ સાધી રહ્યા છે તેવો મોક્ષમાર્ગ હું પણ સાધું. આવી મોક્ષમાર્ગની પ્રવૃત્તિની ભાવના તેને વર્તે છે. માટે આ કિલષ્ટ કાળમાં પણ પ્રાયઃ આવા શ્રાવકોદ્વારા મોક્ષમાર્ગની પ્રવૃત્તિ છે-એમ કહ્યું છે.
અંદરમાં શુદ્ધ દષ્ટિ તો છે, રાગથી પૃથક ચૈતન્યનું વદન થયું છે, ત્યાં શ્રાવકને આવો શુભભાવ આવે તેના ફળથી તે મોક્ષફળને સાધે છે એમ પણ ઉપચારથી કહેવાય, પણ ખરેખર તે વખતે અંતરમાં જે રાગથી પાર દષ્ટિ પડી છે તે જ મોક્ષને સાધી રહી છે. (પ્રવચનસાર ગાથા-૨૫૪માં પણ એ જ અપેક્ષાએ વાત કરી છે.) અંતરદૃષ્ટિને સમજ્યા વગર એકલા રાગથી ખરેખર મોક્ષ થવાનું માની લ્ય તો તેને શાસ્ત્રના અર્થની કે સંતોના હૃદયની ખબર નથી, મોક્ષમાર્ગનું સ્વરૂપ તે જાણતો નથી. અત્યારે અધિકાર જ વ્યવહારની મુખ્યતાથી છે એટલે તેમાં તો વ્યવહારકથન હોય; અંદર દષ્ટિનો પરમાર્થ લક્ષમાં રાખીને સમજવું જોઈએ.
એકકોર જોરશોરથી ભારપૂર્વક એમ કહેવાય છે કે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ ધર્મ થાય, ને અહીં કહ્યું કે આહારના ને શરીરના નિમિત્તે ધર્મ ટકે છે, –છતાં તેમાં કાંઈ પરસ્પર વિરોધ નથી, કેમકે પહેલું પરમાર્થકથન છે ને બીજું ઉપચારકથન છે. મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રાય: ગૃહસ્થોએ દીધેલા દાનથી થાય છે, એમાં “પ્રાય:' શબ્દ એમ સૂચવે છે કે એ નિયમરૂપ નથી; જ્યાં શુદ્ધાત્માના આશ્રયે મોક્ષમાર્ગ ટકે ત્યાં આહારાદિન નિમિત્ત કહેવાય, –એટલે એ તો ઉપચાર જ થયો. શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષમાર્ગ ટકે છે-એ નિયમરૂપ સિદ્ધાન્ત છે, એના વિના મોક્ષમાર્ગ હોઈ શકે નહિ.
સુખ એટલે મોક્ષ; આત્માની મોક્ષદશા એ જ સુખ છે; એ સિવાય મકાનમાં, પૈસામાં, સ્ત્રીમાં, શરીરમાં, રાગમાં-કયાંય સુખ નથી, ધર્મીને આત્મા સિવાય કયાંય સુખબુદ્ધિ નથી. ચૈતન્યથી બહાર કોઈ પ્રવૃત્તિમાં કયાંય સુખ છે જ નહીં. આત્માનો જે મુક્તસ્વભાવ તેના અનુભવમાં સુખ છે. સમ્યગ્દષ્ટિએ આવા આત્માનો નિશ્ચય કર્યો છે, તેના સુખનો સ્વાદ ચાખ્યો છે. અને, ઉગ્ર અનુભવ વડે જેઓ મોક્ષને સાક્ષાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com