________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૧૩ ભાઈ, જગતમાં તો કાગડા-કૂતરા-કીડી-મકોડા વગેરે અનંતા જીવો છે, પણ જૈનદર્શન પામીને જે જીવ પવિત્ર સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની આરાધના કરે છે તે જ જીવ શોભનીક છે. સમ્યગ્દર્શન વગરના પુણ્ય પણ પ્રશંસનીય કે ઈચ્છનીક નથી. જગતમાં મિથ્યાષ્ટિ ઘણા હોય ને સમ્યગ્દષ્ટિ ભલે થોડા હોય-તેથી શું? જેમ જગતમાં કોલસા ઘણા હોય ને હીરા કોઈક જ હોય, તેથી શું કોલસાની કિંમત વધી ગઈ? ના, થોડા હોય તોપણ ઝગમગતા હીરા શોભે છે, તેમ થોડા હોય તોપણ સમ્યગ્દષ્ટિ જીવો જગતમાં શોભે છે. હીરા હંમેશા થોડા જ હોય. જૈનધર્મ કરતાં અન્ય કુમતને માનનારા જીવો અહીં ઘણા દેખાય છે તેથી ધર્મીને કદી એમ સદેહ ન થાય કે તે કુમત સાચા હશે ! તે તો નિઃશંકપણે પરમ પ્રીતિથી જૈનધર્મને એટલે કે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયને આરાધે છે. ને એવા ધર્મી જીવોથી જ આ જગત શોભી રહ્યું છે.
સર્વજ્ઞદેવના કહેલા પવિત્ર દર્શનમાં જે પ્રીતિપૂર્વક સ્થિતિ કરે છે એટલે કે નિશ્ચલપણે શુદ્ધ સમ્યગ્દર્શનને આરાધે છે તે સમ્યગ્દષ્ટિ જીવ એકલો હોય તોપણ જગતમાં પ્રશંસનીય છે. ભલે કદાચ પૂર્વના કોઈ દુષ્કર્મના ઉદયથી તે દુ:ખિત હોયબહારની પ્રતિકૂળતાથી ઘેરાયેલો હોય, નિર્ધન હોય, કાળો-કૂબડો હોય, તોપણ અંદરની અનંત ચૈતન્યઋદ્ધિનો સ્વામી તે ધર્માત્મા પરમ આનંદરૂપ અમૃતમાર્ગમાં રહેલો છે, કરોડો-અબજોમાં તે એકલો હોય તોપણ શોભે છે, પ્રશંસા પામે છે. રત્નકરંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામી કહે છે કે- જે જીવ સમ્યગ્દર્શન-સમ્પન્ન છે, તે ચંડાળના દેહમાં ઊપજ્યો હોય તોપણ, ગણધરદેવ તેને “દેવ' કહે છે; જેમ ભસ્મથી ઢંકાયેલા અંગારામાં અંદર જસ-તેજ છે તેમ ચંડાળદેહથી ઢંકાયેલો તે આત્મા અંદર સમ્યગ્દર્શનના દિવ્યગુણથી ઝળહળી રહ્યો છે.
सम्यग्दर्शनसम्पन्नमपि मातङ्गदेहजं।
देवा देवं विदुर्भस्मगूढाङ्गारान्तरौजसं ।।२८ ।। સમ્યગ્દષ્ટિ જીવ ગૃહસ્થ હોય તોપણ મોક્ષમાર્ગમાં સ્થિત છે. તેને ભલે બહારની પ્રતિકૂળતા કદાચ હો પણ અંદરમાં તો એને ચૈતન્યના આનંદની લહેર છે; ઇન્દ્રના વૈભવમાંય જે આનંદ નથી તે આનંદને તે અનુભવે છે. પૂર્વકર્મનો ઉદય તેને હલાવી શકતો નથી. તે સમ્યકત્વમાં નિશ્ચલ છે. કોઈ જીવ તિર્યંચ હોય ને સમ્યગ્દર્શન પામ્યો હોય, રહેવાનું મકાન ન હોય તોપણ તે આત્મગુણોથી શોભે છે, ને મિથ્યાષ્ટિ જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com