________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
(શ્રાવકધર્મપ્રકાશ [૨] ધર્મના આરાધક સમ્યગ્દષ્ટિની પ્રશંસા
જગતમાં સર્વશને અનુસરનારા સમ્યગ્દષ્ટિ જીવો તો બહુ થોડા છે, ને તેનાથી વિરુદ્ધ મિથ્યાદષ્ટિ જીવો ઘણા છે-એમ કોઈને થાય તો કહે છે કે હે ભાઈ ! આનંદદાયક એવા અમૃતપથરૂપ મોક્ષમાર્ગમાં સ્થિત સમ્યગ્દષ્ટિ કદાચ એક જ હોય તો તે એકલો પણ શોભનીક અને પ્રશંસનીક છે, ને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ એવા મિથ્યાદષ્ટિ જીવો ઘણાય હોય તોપણ તે શોભનીક નથી. -આમ કહીને સમ્યકત્વની આરાધનામાં ઉત્સાહ જગાડે છે.
एकोप्यत्र करोति यः स्थितिमतिं प्रीतः शुचौ दर्शने सः श्लाध्यः खलु दुःखितौप्युदयतो दुष्कर्मणः प्राणिभृत्। अन्यैः किं प्रचुरैरपि प्रभुदितेः अत्यन्तदूरीकृत स्फीतानन्दभरप्रदामृतपथैः मिथ्यापथप्रस्थितैः।।२।।
જુઓ, આ સમ્યગ્દર્શનની વિરલતા બતાવીને કહે છે કે, આ જગતમાં અત્યંત પ્રીતિપૂર્વક જે જીવ પવિત્ર જૈનદર્શનમાં સ્થિતિ કરે છે અર્થાત્ શુદ્ધ સમ્યગ્દર્શનને નિશ્ચલપણે આરાધે છે તે જીવ ભલે એક જ હોય ને કદાચ પૂર્વકર્મોદયથી દુઃખિત હોય તો પણ તે પ્રશંસનીય છે, કેમકે સમ્યગ્દર્શનવડે પરમ આનંદદાયક એવા અમૃતમાર્ગમાં તે સ્થિત છે. અને અમૃતમય મોક્ષમાર્ગથી જે ભ્રષ્ટ છે ને મિથ્યામાર્ગમાં સ્થિત છે એવા મિથ્યાષ્ટિ જીવો ઘણા હોય ને શુભકર્મથી પ્રમુદિત હોય તોપણ તેથી શું પ્રયોજન છે? –એ કાંઈ પ્રશંસનીય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com