________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા)
(૧૫૭ કહેવાય. પરના આશ્રયે આત્માના પરિણામ થતા નથી. અહીં તો વિકારી કે અવિકારી જે કોઈ પરિણામ જે વસ્તુના છે તે વસ્તુના જ આશ્રયે છે, પરના આશ્રયે નથી.
પદાર્થના પરિણામ તે જ તેનું કાર્ય છે-એ એક વાત; બીજું તે પરિણામ વસ્તુના જ આશ્રયે થાય છે, અન્યના આશ્રયે થતાં નથી. - આ નિયમો જગતના બધા પદાર્થોમાં લાગુ પડે છે.
જુઓ, ભાઈ ! આ તો ભેદજ્ઞાન માટે વસ્તુસ્વભાવના નિયમો બતાવ્યા છે. હળવે હળવે દષ્ટાન્તથી યુક્તિ થી વસ્તુસ્વરૂપ સિદ્ધ કરવામાં આવે છે.
કોઈને એવા ભાવ થયા કે એકસો રૂપિયા દાનમાં આપું, તેના તે પરિણામ આત્મવસ્તુના આશ્રયે થયા છે; ત્યાં રૂપિયા જવાની ક્રિયા થાય તે રૂપિયાના રજકણના આશ્રયે છે, જીવની ઇચ્છાના આશ્રયે નહિ. હવે તે વખતે તે રૂપિયાની ક્રિયાનું જ્ઞાન, કે ઇચ્છાના ભાવનું જ્ઞાન થાય છે તે જ્ઞાનપરિણામ આત્માના આશ્રયે થયા છે. -આમ દરેક પરિણામની વહેંચણી કરીને વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ.
ભાઈ, તારું જ્ઞાન ને તારી ઇચ્છા, એ બંને પરિણામ આત્મામાં જ હોવા છતાં તેઓ પણ એકબીજાના આશ્રયે નથી તો પછી પરના આશ્રયની તો વાત જ શી ? દાનની ઇચ્છા થઈ ને રૂપિયા અપાયા, ત્યાં રૂપિયા જવાની ક્રિયા હાથના આધારે પણ નથી, હાથનું હાલવું તે ઇચ્છાના આધારે નથી, ને ઇચ્છાનું પરિણમન તે જ્ઞાનના આધારે નથી. સૌ પોતપોતાના આશ્રયભૂત વસ્તુના આધારે છે.
જુઓ, આ સર્વજ્ઞના ઘરના વિજ્ઞાન પાઠ છે; આવું વસ્તુસ્વરૂપનું જ્ઞાન તે જ સાચું પદાર્થવિજ્ઞાન છે. જગતના પદાર્થોનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે, પણ પરિણમન કરીને નવી નવી અવસ્થારૂપ કાર્યને કર્યા કરે. –એ વાત ચોથા બોલમાં કહેશે. જગતના પદાર્થોનો સ્વભાવ એવો છે કે તે કાયમ રહે તેમ જ તેમાં ક્ષણે ક્ષણે નવી નવી અવસ્થારૂપ કાર્ય તેના પોતાના આશ્રયે થયા કરે. વસ્તુસ્વભાવનું આવું વિજ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે.
જીવને ઇચ્છા થઈ માટે હાથ હાલ્યો ને સો રૂપિયા દેવાયા એમ નથી. ઇચ્છાનો આધાર આત્મા છે, હાથ અને રૂપિયાનો આધાર પરમાણું છે. રૂપિયા જવાના હતા માટે ઇચ્છા થઈ એમ પણ નથી. હાથનું હલનચલન તે હાથના પરમાણુના આધારે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com