________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨)
(શ્રાવકધર્મપ્રકાશ [૨૨] સાચી જિનભક્તિમાં વીતરાગતાનો આદર
ધર્મીના જરાક શુભભાવનું પણ મહાન ફળ, તો એની શુદ્ધતાના મહિમાની તો શી વાત! જેને અંતરમાં વીતરાગભાવ ગમ્યો તેને વીતરાગતાનાં બાહ્ય નિમિત્તો પ્રત્યે પણ કેટલો ઉત્સાહ હોય! જિનમંદિર કરાવવાની વાત તો દૂર રહી પણ ત્યાં દર્શન કરવા જવાનીયે જેને ફૂરસદ નથી-એને ધર્મનો પ્રેમ કોણ કહે ?
વીતરાગી જિનમાર્ગ પ્રત્યે શ્રાવકનો ઉત્સાહ કેવો હોય ને તેનું ફળ કેવું હોય તે કહે છે
बिम्बादलोन्नति यवोन्नतिमेव भक्तया ये कारयन्ति जिनसद्म जिनाकृतिं च पुण्यं तदीयमिह वागषि नैव शक्ता
स्तोतुं परस्य किमुः कारयितुः द्वयस्य।। २२।। જે જીવ ભક્તિથી બિંબાદલ જેવડું નાનું જિનમંદિર કરાવે છે, તથા જે જવના દાણા જેવડી જિન-આકૃતિ (જિનપ્રતિમા) કરાવે છે તેના પણ મહાન પુણ્યનું વર્ણન કરવા આ લોકમાં સરસ્વતી-વાણી પણ સમર્થ નથી; તો પછી જે જીવ એ બંને કરાવે છે, અર્થાત્ ઊંચા ઊંચા જિનમંદિર બંધાવે છે ને અતિશય ભવ્ય જિનપ્રતિમા કરાવે છે-એનાં પુણ્યની તો શી વાત?
જાઓ, આમાં “ભક્તિપૂર્વક” ની મુખ્ય વાત છે; માત્ર પ્રતિષ્ઠા કે માનઆબરૂ ખાતર કે દેખાદેખીથી ક્યાંક પૈસા ખરચી નાંખે એની વાત નથી, પણ ભક્તિપૂર્વક એટલે જેણે સર્વજ્ઞ ભગવાનની કંઈક ઓળખાણ થઈ છે ને અંતરમાં બહુમાન જાગ્યું છે કે અહો, આવા વીતરાગી સર્વજ્ઞદેવ! આવા ભગવાનને હું મારા અંતરમાં પધરાવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com