________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૧૨૧ ભગવાનના દર્શન કરતાં સાક્ષાત્ ભગવાનને યાદ કરે છે કે અહો, ભગવાન ! અહો સીમંધરનાથ ! તમે વિદેહમાં ને હું અહીં ભરતમાં, આપના સાક્ષાત્ દર્શનના મને વિરહ પડ્યા! પ્રભો, એવો અવસર ક્યારે આવે કે આપનો વિરડું તૂટે, એટલે કે રાગ-દ્વેષનો સર્વથા નાશ કરીને આપના જેવો વીતરાગ ક્યારે થાઉં! ધર્મી આવી ભાવના વડે રાગને તોડે છે, એટલે ભગવાનથી તે ક્ષેત્રે દૂર છતાં ભાવથી નજીક છે. ઇન્દ્ર અને ચક્રવર્તી જેવા પણ ભગવાનને કહે છે કે હે નાથ ! આ વૈભવ-વિલાસમાં રહેલું અમારું જીવન એ કાંઈ જીવન નથી, ખરું જીવન તો આપનું છે; આપ કેવળજ્ઞાન ને અતીન્દ્રિય આનંદમય જે જીવન જીવી રહ્યા છો તે જ સાચું જીવન છે. પ્રભો, અમારે પણ એ જ ઉધમ કરવાનો છે. પ્રભો, એ પળને ધન્ય છે કે જ્યારે અમે મુનિ થઈને આપના જેવા કેવળજ્ઞાનને સાધશું. –આવો પુરુષાર્થ નથી ઉપડતો ત્યાં સુધી ધર્માજીવ શ્રાવકધર્મનું પાલન કરે છે, અને દાન-જિનપૂજા વગેરે કાર્યોવર્ડ તે પોતાના ગૃહસ્થજીવનને સફળ કરે છે.
અત્યારે તો મુનિઓની દુર્લભતા છે; અને મુનિઓ હોય તોપણ તેઓ કાંઈ જિનમંદિર બંધાવવાની કે પુસ્તક છપાવવાની એવી પ્રવૃત્તિમાં પડે નહિ; બહારની કોઈ પ્રવૃત્તિનો ભાર મુનિ પોતાને માથે રાખે નહિ; એવા કાર્યો તો શ્રાવકો જ કરતા હોય. ઉત્તમ શ્રાવકો ગાઢભક્તિ સહિત જિનમંદિરો બનાવે, પ્રતિષ્ઠા કરાવે, તેની શોભા વધારે, કયાં શું જોઈશે ને કઈ રીતે ધર્મની શોભા વધશે-એમ બધું ગાઢભક્તિથી કરે.
ચાલો જિનમંદિરે દર્શન કરવા, ચાલો પ્રભુની ભક્તિ કરવા, ચાલો ઘર્મના મહોત્સવ ઉજવવા,
ચાલો કોઈ તીર્થની યાત્રા કરવા, -એમ શ્રાવક-શ્રાવિકા ગાઢભક્તિથી જૈનધર્મને શોભાવે. અહા, શાંતદશા પામેલા ધર્માજીવ કેવા હોય ને વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેની ભક્તિનો એનો ઉલ્લાસ કેવો હોય તેની પણ જીવોને ખબર નથી. આગળના જમાનામાં તો વૃદ્ધો-યુવાનો, બહેનો ને બાળકો બધાય ધર્મના પ્રેમવાળા હતા ને ધર્મવડે પોતાની શોભા માનતા હતા. એને બદલે અત્યારે તો સીનેમાનો શોખ વધ્યો છે ને સ્વછંદ ફાટયો છે. આવા વિષમ કાળમાં પણ જે જીવો જિનભક્તિવાળા છે, ધર્મના પ્રેમવાળા છે ને જિનમંદિર વગેરે કરાવે છે એવા શ્રાવકોને ધન્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com