________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૨૩ ને જગતમાં પણ એની પ્રસિદ્ધિ થાય-આવા બહુમાનથી ભક્તિભાવપૂર્વક જિનપ્રતિમા અને જિનમંદિર કરાવવાનો ભાવ જેને આવે છે તેને ઊંચી જાતના લોકોત્તર પુણ્ય બંધાય છે, કેમકે એના ભાવમાં વીતરાગતાનો આદર થયો છે પછી ભલે પ્રતિમા મોટી હોય કે નાની, પણ તેની સ્થાપનામાં વીતરાગતાનું બહુમાન ને વીતરાગનો આદર છે, એ જ ઉત્તમ પુણ્યનું કારણ છે.
ભગવાનની મૂર્તિને અહીં નિનાવૃત' કહી છે એટલે અહંન્ત-જિનદેવની જેવી નિર્વિકાર આકૃતિ હોય તેવી જ નિર્દોષ આકૃતિવાળી જિનપ્રતિમા હોય. જિન ભગવાન વસ્ત્ર-મુગટ ન પહેરે ને એની આકૃતિ-મૂર્તિ ઉપર વસ્ત્ર-મુગટ હોય- તો એને જિનાકૃતિ ન કહેવાય. “જિનપ્રતિમા જિન સારખી, ભાખી આગમમાંય.” - આવી નિર્દોષ પ્રતિમા જિનશાસનમાં પૂજનીક છે.
અહીં તો કહે છે કે અહો, જે જીવ ભક્તિથી આવા વીતરાગ જિનબિંબ અને જિનપ્રતિમા કરાવે છે તેના પુણ્યનો મહિમા વાણીથી કેમ કહેવાય? જાઓ તો ખરા, ધર્મીના જરાક શુભભાવનું આટલું ફળ! તો એની શુદ્ધતાના મહિમાની તો શી વાત!! જેને અંતરમાં વીતરાગભાવ ગમ્યો તેને વીતરાગતાના બાહ્ય નિમિત્તો પ્રત્યે પણ કેટલો ઉત્સાહ હોય? એક વાત એમ આવે છે કે એક શેઠ જિનમંદિર બંધાવતા હતા, તેમાં કામ કરતાં કરતાં પત્થરની જેટલી રજ ખરે તેના ભારોભાર ચાંદી કારીગરોને આપતા. એને મનમાં એમ હતું કે અહો, મારા ભગવાનનું મંદિર બંધાય છે તો તેમાં કારીગરોને પણ હું ખુશ કરું, જેથી મારા મંદિરનું કામ ઉત્તમ થાય. જોકે એ વખતે કારીગરો પણ પ્રમાણિક દિલવાળા હતા. અત્યારે તો માણસોની વૃત્તિમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. અહીં તો ભગવાનના ભક્ત શ્રાવક-ધર્માત્માને જિનમંદિર અને જિનપ્રતિમાનો કેવો શુભરાગ હોય તે બતાવવું છે.
સંસારમાં જુઓને, પાંચ-દશ લાખ રૂપિયા કમાણો હોય ને લાખ-બે લાખ ખરચીને બંગલો બંધાવતો હોય તો કેટલી હોંશ કરે છે? કયાં શું જોઈશે ને કઈ રીતે શોભશે–તેના કેટલાય વિચાર કરે છે. એમાં તો મમતાનું પોષણ છે. તો ધર્માત્માને એવા વિચાર આવે કે અહો, મારા ભગવાન જેમાં વસે એવું જિનઘર, તેમાં શું-શું જોઈશે ને કઈ રીતે તે શોભશે? –એ રીતે વિચાર કરીને હોંશથી ( તનથી, મનથી, ધનથી) તેમાં વર્તે છે. ત્યાં ખોટી કરકસર કે કંજુસાઈ કરતો નથી. ભાઈ, આવા ધર્મકાર્યમાં તું ઉદારતા રાખીશ તો તને એમ થશે કે મેં જીવનમાં ધર્મને માટે કંઈક કર્યું છે, એકલા પાપમાં જીંદગી નથી બગાડી, પણ ધર્મ તરફના કંઈક ભાવ કર્યા છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com