________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
20)
(શ્રાવકધર્મપ્રકાશ જાઓ, આ દાનનું ફળ ! શ્રાવકધર્મના મૂળમાં જે સમ્યગ્દર્શન રહેલું છે તે લક્ષમાં રાખીને આ વાત સમજવાની છે. સમ્યકત્વની ભૂમિકામાં દાનાદિના શુભ રાગથી એવા ઊંચા પુણ્ય બંધાય છે કે ઇન્દ્રપદ, ચક્રવર્તીપદ વગેરે પામે છે અને તે પુણ્યના ફળમાં હેયબુદ્ધિ છે એટલે તે રાગ તોડીને, વીતરાગ થઈને મોક્ષ પામશે. આ અપેક્ષાએ ઉપચાર કરીને દાનના ફળમાં આરાધક જીવને મોક્ષની પ્રાપ્તિ કહી દીધી પણ જે જીવ સમ્યગ્દર્શન કરે નહિ ને એકલા શુભરાગથી જ મોક્ષ થવાનું માની તેમાં અટકી રહે, તે કાંઈ મોક્ષ પામે નહિ, તેને તો શ્રાવકપણુંય સાચું ન હોય. દાનના ફળમાં પુણ્યથી સ્વર્ગનાં સુખ, નીરોગ-રૂપાળું શરીર, ચક્રવર્તીપદના વૈભવ વગેરે મળે તેમાં ક્યાંય જ્ઞાનીને સુખબુદ્ધિ નથી, અંતરના ચૈતન્યસુખને પ્રતીતમાં ને આસ્વાદમાં લીધું છે, એ સિવાય બીજે ક્યાંય સુખ ભાસતું નથી. દાનના ફળમાં કોઈને એવી ઋદ્ધિ પ્રગટે કે એના શરીરના નાવણનું પાણી છાંટતાં બીજાના રોગ મટી જાય ને મૂછ ઊતરી જાય. શાસ્ત્રદાનથી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય ને આશ્ચર્યકારી બુદ્ધિ ખીલે. જુઓને, ગોવાળના ભાવમાં શાસ્ત્રદાન દઈને જ્ઞાનનું બહુમાન કર્યું તો આ ભવમાં કુંદકુંદાચાર્યદેવને કેવું શ્રત પ્રગટયું! ને કેવી લબ્ધિ પ્રગટી ! એ તો જ્ઞાનના અગાધ દરિયા હતા; તીર્થંકરભગવાનની સાક્ષાત્ દિવ્યધ્વનિ આ પંચમકાળે તેમને સાંભળવા મળી. માંગળિકના શ્લોકમાં મહાવીર ભગવાન અને ગૌતમગણધર પછી મંત્નિ શુન્દ્રન્દા કહીને ત્રીજાં તેમનું નામ લેવાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રના અનાદરથી જીવને તીવ્ર પાપ બંધાય છે, ને દેવ-ગુરુ-શાસ્ત્રના બહુમાનથી જીવને જ્ઞાનાદિ ખીલે છે. જેમ દાણાની સાથે ઘાસ તો સહેજે પાકે છે, પણ સારો ખેડૂત કાંઈ ઘાસને માટે વાવણી નથી કરતો, એની નજર તો અનાજ ઉપર છે. તેમ ધર્માત્માને શુદ્ધતાની સાથેના શુભથી ઊંચા પુણ્ય બંધાય છે ને ચક્રવર્તી આદિ ઊંચી પદવી સહેજે મળે છે, પણ એની નજર તો આત્માની શુદ્ધતા સાધવા ઉપર છે, પુણ્ય કે તેના ફળની આકાંક્ષા એને નથી. જેને પુણ્યના ફળની વાંછા છે એવા મિથ્યાષ્ટિને તો ઊંચા પુણ્ય બંધાતા નથી; ચક્રવર્તી વગેરે ઊંચી પદવીને યોગ્ય પુણ્ય મિથ્યાષ્ટિની ભૂમિકામાં બંધાતા નથી. સમ્યગ્દર્શન વગરનો જીવ, મુનિરાજ વગેરે ઉત્તમ પાત્રને આહારદાન આપે કે અનુમોદના કરે તો તેના ફળમાં તે ભોગભૂમિમાં ઊપજે છે, ત્યાં અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય છે ને દશવિધ કલ્પવૃક્ષ એને પુણ્યનાં ફળ આપે છે. ઋષભદેવ વગેરેના જીવે પૂર્વે મુનિઓને આહારદાન દીધેલું તેથી ભોગભૂમિમાં જન્મ્યા હતા, ને ત્યાં મુનિના ઉપદેશથી સમ્યગ્દર્શન પામ્યા હતા. શ્રેયાંસકુમારે ઋષભદેવ ભગવાનને આહારદાન કર્યું તેનો મહિમા તો પ્રસિદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com