________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૩૩ શ્રી પદ્મનંદસ્વામીએ શ્રાવકના હંમેશનાં છ કર્તવ્ય બતાવ્યા છે
देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः दानं चेति गृहस्थानां षट्कर्माणि दिनेदिने।।७।।
(પદ્મનંદી-ઉપાસકસંસ્કાર) ભગવાન જિનેન્દ્રદેવની પૂજા, નિગ્રંથ ગુરુઓની ઉપાસના, વીતરાગી જૈનશાસ્ત્રોની સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન-આ છ કાર્યો ગૃહસ્થશ્રાવ દિવેદિને એટલે કે દરરોજ કરવા યોગ્ય છે. મુનિપણું ન થઈ શકે તો દષ્ટિની શુદ્ધતાપૂર્વક આ છ કર્તવ્ય દ્વારા શ્રાવકધર્મનું પાલન તો જરૂર કરવું.
ભાઈ, આવું મોંઘુ મનુષ્યજીવન પામીને એમ ને એમ ચાલ્યું જાય, તેમાં તું સર્વજ્ઞદેવની ઓળખાણ પણ ન કર, સમ્યગ્દર્શનનું સેવન ન કર, શાસ્ત્ર-સ્વાધ્યાય ના કર, ધર્માત્માની સેવા ન કર ને કષાયોની મંદતા પણ ન કર, તો આ જીવનમાં તે શું કર્યું? આત્માને ભૂલીને ભવમાં ભટકતાં અનંતકાળ વીતી ગયો તેમાં મહા મોંઘો આ મનુષ્યઅવતાર ને ધર્મનો આવો દુર્લભ યોગ તને મળ્યો, તો હવે પરમાત્મા જેવો જે તારો સ્વભાવ તેને દૃષ્ટિમાં લઈને મોક્ષનું સાધન કર. આ શરીર ને આ સંયોગો તો ક્ષણભંગુર છે, એમાં તો ક્યાંય સુખની છાયા પણ નથી. સુખીમાં પૂર્ણ સુખી તો સર્વજ્ઞ પરમાત્મા છે, બીજા સુખી મુનિવરો છે-જેઓ આનન્દની ઉર્મિપૂર્વક સર્વજ્ઞપદને સાધી રહ્યા છે, ને ત્રીજા સુખી સમ્યગ્દષ્ટિ-ધર્માત્મા છે-જેણે ચૈતન્યના પરમ આનંદસ્વભાવને પ્રતીતમાં લીધો છે ને એનો સ્વાદ ચાખ્યો છે. આવા સુખનો અભિલાષી જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરીને મુનિધર્મનું કે શ્રાવકધર્મનું પાલન કરે છે, તેનો આ ઉપદેશ છે.
સંસારભ્રમણમાં જીવને પ્રથમ તો નિગોદાદિ એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રાસપણું પામવું બહુ દુર્લભ છે, ત્રસપણામાંય પંચેન્દ્રિયપણું ને મનુષ્યપણું પામવું દુર્લભ છે; દુર્લભ હોવા છતાં જીવ અનંતવાર તે પામી ચૂક્યો છે પરંતુ સમ્યગ્દર્શન તે કદી પામ્યો નથી. માટે મુનિરાજ કહે છે કે હે ભવ્ય ! આ દુર્લભ મનુષ્યપણામાં તું સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીને શુદ્ધોપયોગરૂપ મુનિધર્મની ઉપાસના કર; ને એટલું ન બની શકે તો શ્રાવકધર્મનું પાલન કર.
જુઓ, અહીં એ પણ કહ્યું કે જો મુનિપણું ન થઈ શકે તો શ્રાવકધર્મ પાળજે, પરંતુ મુનિપણાનું સ્વરૂપ અન્યથા માનીશ નહિ. શુદ્ધોપયોગ વગરના એકલા રાગને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com