________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
' અરે, તું જ્ઞાનની પ્રતીત વગર ધર્મ ક્યાં કરીશ? રાગમાં ઊભા રહીને સર્વજ્ઞની પ્રતીત થતી નથી. રાગથી જાદો પડીને, જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞની પ્રતીત થાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવના લક્ષપૂર્વક સર્વજ્ઞની ઓળખાણ કરીને તેમના અનુસાર ધર્મની પ્રવૃત્તિ થાય છે. સમકિતી જ્ઞાનીના જે વચન છે તે પણ સર્વજ્ઞઅનુસાર છે કેમકે તેના હૃદયમાં સર્વજ્ઞદેવ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ ન હોય, તેનાં ધમ વચન સાચાં હોય નહિ.
જાઓ, આ શ્રાવકના ધર્મનું પહેલું પગથિયું! અહીં શ્રાવકના ધર્મનું વર્ણન કરવું છે. સર્વજ્ઞદેવની ઓળખાણ તે શ્રાવકધર્મનું મૂળ છે. મુનિના કે શ્રાવકના જેટલા ધર્મો છે તેનું મૂળ સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞની પ્રતીત વગર સમ્યગ્દર્શન ન હોય, ને સમ્યગ્દર્શન વગર શ્રાવકના દેશવ્રત કે મુનિનાં મહાવ્રત હોય નહિ. સમ્યગ્દર્શન સહિત દેશવ્રતવાળા શ્રાવક કેવા હોય તેનું સ્વરૂપ પ્રકાશે છે તેથી આ અધિકારનું નામ દેશવ્રતોદ્યોતન-અધિકાર” છે. સર્વજ્ઞદેવે જેવો આત્મસ્વભાવ પ્રગટ કર્યો ને જેવો વાણીમાં કહ્યો તેવા આત્માની અનુભવ સહિત નિર્વિકલ્પ પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ કેમ થયા ને તેમણે શું કહ્યું તેનું યથાર્થ જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે. અજ્ઞાનીને તો સર્વજ્ઞ કેમ થયા તેના ઉપાયની પણ ખબર નથી ને સર્વજ્ઞદવે શું કહ્યું તેની પણ ખબર નથી. અહીં તો કહે છે કે સર્વજ્ઞના માર્ગને જે ઓળખતા નથી ને વિપરીતમાર્ગને આદરે છે તેની મતિ ભ્રમિત છે, તે ભ્રમબુદ્ધિવાળો છે, મિથ્યાત્વરૂપ મહાપાપમાં તે ડૂબેલો છે. ગૃહસ્થનો ધર્મ પણ તેને હોતો નથી, તો મુનિધર્મની વાત જ કેવી !
બાહ્ય ને અંતરનો સર્વ સંગ છોડીને શુક્લધ્યાન વડે ભગવાન સર્વજ્ઞ થયા.” સમ્યગ્દર્શન ને આત્મભાન તો પહલાં હતું, પછી મુનિ થતાં બહારનો સર્વ પરિગ્રહ છોડયો, ને અંદરની અશુદ્ધતા છોડી. અશુદ્ધતા છોડી ત્યાં નિમિત્ત તરીકે બહારનો સંગ છોડ્યો-એમ કહેવાય છે. મુનિદશામાં સમસ્ત બાહ્યસંગનો ત્યાગ છે, દેહ ઉપર વસ્ત્રનો એક કટકો પણ હોતો નથી, ભોજન પણ હાથમાં જ લ્ય છે, જમીન પર સૂએ છે; અંદરમાં શુદ્ધોપયોગરૂપ આચરણ વડે અશુદ્ધતા અને તેનાં નિમિત્તો છૂટી ગયાં છે. શુદ્ધોપયોગની ધારારૂપ છે શુક્લધ્યાન, તેના વડે સ્વરૂપને ધ્યેયમાં લઈને પર્યાયને તેમાં લીન કરી તેનું નામ ધ્યાન છે, તેના વડે ઘાતિકર્મોનો નાશ થઈને કેવળજ્ઞાન થયું છે. જાઓ, પહેલાં પર્યાયમાં અશુદ્ધતા હતી, જ્ઞાન-દર્શન અધૂરા હતા, મોહુ હતો, તેથી ઘાતિકર્મો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો, ને હવે શુદ્ધતા થતાં અશુદ્ધતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com