________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિવેદન
શ્રાવક એટલે મુનિનો નાનો ભાઈ ! એનું જીવન પણ કેવું પવિત્ર, આદર્શરૂપ ને મહાન છે- તે આ પ્રવચનો વાંચતાં ખ્યાલમાં આવશે. શ્રાવકનાં ધર્મોનું સર્વાંગસુંદર વર્ણન કરનારું આવું પુસ્તક ગુજરાતીભાષામાં આ પહેલું જ હશે. ગૃહસ્થપણામાં રહેલો શ્રાવક પણ મોક્ષમાર્ગ માં ચાલનારો છે; એ શ્રાવકનાં ધર્માચરણ કેવાં હોય, તેના વિસ્તૃત વર્ણનમાં પહેલાં તો “સર્વજ્ઞની શ્રદ્ધા” હોવાનું બતાવ્યું છે, તેની સાથે તેની શુદ્ધદષ્ટિ કેવી હોય ને વ્યવહાર-આચરણ કવાં હોય? એને પૂજા-ભક્તિના, દયા-દાનના, સાધર્મી પ્રેમસ્વાધ્યાય વગેરેનાં પરિણામ કેવાં હોય? તેનું પણ વિસ્તૃત વર્ણન કર્યું છે.
શ્રાવકધર્મનું આ પુસ્તક ભાઈશ્રી ફાવાભાઈ તરફથી પ્રસિદ્ધ થાય છે. તેઓ સોનગઢમાં રહીને ભક્તિપૂર્વક ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા ત્યારે કોઈ કોઈ વાર મારી સાથે વાતચીતનો પ્રસંગ બનતો; એકવાર તેમણે લાગણીથી પૂછ્યું કે હરિભાઈ ! મને કંઈ યાદ રહેતું નથી તો જ્ઞાન વધે એનો શું ઉપાય ! ત્યારે મેં કહ્યું કે જ્ઞાનીની અને શાસ્ત્રની ભક્તિ કરવાથી જ્ઞાન ખીલે છે તે વખતે તેમણે કહેલું કે મારે પાંચસોક રૂપિયા વાપરીને એક પુસ્તક બનાવવું છે; તમે તૈયાર કરી આપશો ? –મેં હા કહી. (ત્રણચાર વર્ષ પહેલાંની આ વાત છે.) પછી તો તેમને જિજ્ઞાસા પણ વધવા લાગી, તેઓ મુખ્યપણે સોનગઢમાં જ રહેવા લાગ્યા. અને એક વખતની માંદગી બાદ તેમને એવી ભાવના જાગી કે હું જીવનમાં મારા હાથે એક સારું પુસ્તક કરાવતો જાઉં! તે દરમિયાન શ્રાવકધર્મ ઉપર ૫. ગુરુદેવના આ સુંદર પ્રવચનો થયા, તેમાં શાસ્ત્રદાન વગેરેની પણ વાત આવી, તે સાંભળતાં તેમણે આ પ્રવચનો છપાવીને પ્રસિદ્ધ કરવાની પોતાની ભાવના ગુરુદેવ સમક્ષ વ્યક્ત કરી, ગુરુદેવે પ્રસન્નતાપૂર્વક સંમતિ આપી, જ્ઞાનવૃદ્ધિના હેતુથી શાસ્ત્રપ્રકાશન કરવાની શ્રી ફાવાભાઈની ભાવના આજે આ પુસ્તકના પ્રકાશનથી પૂરી થાય છે.
શ્રી ફાવાભાઈના મનની એક ભાવનાનો અહીં ઉલ્લેખ કરવાનું ઉચિત માનું છું: આ પુસ્તક સંબંધી વાતચીત વખતે તેમાં સામાન્ય રીવાજ મુજબ તેમનો ફોટો મુકવાની વાત નીકળતાં તેઓ કહેતા કે “મારે આમાં મારો ફોટો નથી મુકવો, પણ પૂ. બેનશ્રીબેનનો ફોટો મુકવાની મારી ભાવના છે; ગુરુદેવના શ્રીમુખથી પૂર્વભવની અમુક વાત સાંભળીને મને એમના ઉપર બહુ ભાવ આવે છે, એટલે તેમનો ફોટો મુકવાની મારી ઈચ્છા છે; ને તે માટે પૂ. ગુરુદેવને પૂછીને હું તમને કહીશ.” અવારનવાર તેઓ પોતાની આ ભાવના વ્યક્ત કરતા, પણ તે સંબંધી કાંઈ થાય તે પહેલાં તો આપણી વચ્ચેથી તેઓ ચાલ્યા ગયા !
આ પુસ્તકના છાપકામનો પ્રારંભ તો માહ માસમાં, ફાવાભાઈની હયાતીમાં જ થઈ ગયેલો, શરૂના આઠ છાપેલ પાનાં તેમણે જોયેલા પણ ખરા, ને ગત વૈશાખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com