________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
[૪]
સમ્યકત્વપૂર્વક વ્રતનો ઉપદેશ
હે ભાઈ! આત્માને ભૂલીને ભવમાં ભટકતાં અનંતકાળ વીતી ગયો, તેમાં મહા મોંઘો આ મનુષ્યઅવતાર ને ધર્મનો આવો દુર્લભ યોગ તને મળ્યો, તો હવે ૫૨માત્મા જેવો જે તા૨ો સ્વભાવ તેને દૃષ્ટિમાં લઇને મોક્ષનું સાધન કર. પ્રયત્નપૂર્વક સમ્યક્ત્વ પ્રગટ કરીને, પછી જો થઈ શકે તો શુદ્ધોપયોગરૂપ મુનિધર્મની ઉપાસના ક૨, ને જો એટલું ન બની શકે તો શ્રાવકધર્મનું જરૂર પાલન કર.
5
م
सम्प्राप्तेऽत्रभवे कथं कथमपि द्राधीयसाऽनेहसा । मानुष्ये शुचिदर्शने च महता कार्य तपो मोक्षदम्।। नो चेत्लोकनिषेधतोऽथ महतो मोहादशक्तेरथ । सम्पद्येत न तत्तदा गृहवतां षट्कर्मयोग्य व्रतं ॥४॥
( ૩૧
અનાદિકાળથી આ સંસારમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણું પામવું કઠિન છે અને તેમાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ ભવમાં ભમતાં ભમતાં દીર્ઘકાળે આવું મનુષ્યપણું અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને, ઉત્તમ પુરુષોએ તો મોક્ષદાયક એવું તપ કરવું યોગ્ય છે એટલે કે મુનિદશા પ્રગટ કરવી યોગ્ય છે; અને જો લોકના નિષેધથી મોહની તીવ્રતાથી ને પોતાની અશક્તિથી મુનિપણું ન લઈ શકાય તો ગૃહસ્થને યોગ્ય દેવપૂજા વગેરે ષટ્કર્મનું તથા વ્રતનું પાલન કરવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com