________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સર્વશદેવને નમસ્કાર હો
* * *
પ્રવચનનો ઉપોદ્યાત
આ પદ્મનંદીપંચવિંશતિકા નામનું શાસ્ત્ર છે, તેનો સાતમો અધિકાર વંચાય છે. આત્માના આનંદમાં ઝૂલતા ને વનજંગલમાં વસતા વીતરાગી દિગંબર મુનિરાજ શ્રી પદ્મનંદસ્વામીએ લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ શાસ્ત્ર રચ્યું છે; આમાં કુલ ર૬ અધિકાર છે, તેમાંથી સાતમો “દેશવ્રત-ઉદ્યોતન” નામનો અધિકાર વંચાય છે. મુનિદશાની ભાવના ધર્મીને હોય છે, પણ એવી દશા ન થઈ શકે ત્યાં દેશવ્રતરૂપ શ્રાવકના ધર્મનું પાલન કરે છે; તે શ્રાવકના ભાવો કેવા હોય, તેને સર્વશની ઓળખાણ, દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે ભાવો કેવા હોય, આત્માના ભાનસહિત રાગની મંદતાના પ્રકારો કેવા હોય, તે આમાં બતાવ્યું છે. નિશ્ચય-વ્યવહારની સંધિસહિત સુંદર વર્ણન છે. આ અધિકાર જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી પ્રવચનમાં ત્રીજી વખત વંચાય છે. આગાઉ બે વખત (વીર સં. ૨૪૭૪ તથા ૨૪૮૧ માં) આ અધિકાર ઉપર પ્રવચનો થઈ ગયાં છે. શ્રીમદ્ રાજચંદ્રજીને આ શાસ્ત્ર ઘણું પ્રિય હતું, તેમણે આ શાસ્ત્રને “વનશાસ્ત્ર” કહ્યું છે, ને ઈન્દ્રિયનિગ્રહપૂર્વક તેના અભ્યાસનું ફળ અમૃત છે-એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com