________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦)
(શ્રાવકધર્મપ્રકાશ મહાવિદેહક્ષેત્રમાં અત્યારે સર્વજ્ઞ પરમાત્મા સીમંધર પ્રભુ વગેરે ભગવંતો બિરાજે છે, ત્યાં લાખો સર્વજ્ઞ ભગવંતો છે, એવા અનંતા થયા ને દરેક જીવમાં એવી તાકાત છે. અહો, આત્માની પૂર્ણ દશા પામેલા સર્વજ્ઞ પરમાત્મા આ જગતમાં બિરાજે છે–એવી વાત કાને પડતાં જ જેને આત્મામાં એવો ઉલ્લાસ આવ્યો કે વાહ! આત્માનો આવો વૈભવ! આત્માની આવી અચિંત્ય તાકાત ! જ્ઞાનસ્વભાવમાં સર્વજ્ઞ થગાની ને પૂર્ણ આનંદની તાકાત છે; મારા આત્મામાં પણ આવી જ તાકાત છે. - આ રીતે સ્વભાવનો મહિમા જેને જાગ્યો તેને શરીરનો રાગનો કે અલ્પજ્ઞતાનો મહિમા ઊડી જાય છે ને તેની પરિણતિ જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકી જાય છે, તેનું પરિણમન સંસારભાવથી પાછું વળીને સિદ્ધપદ તરફ વળે છે. આવી દશા થાય તેને જ સર્વજ્ઞની ખરી પ્રતીત બેઠી છે, ને સર્વજ્ઞદેવે અલ્પકાળમાં જ તેની મુક્તિ દેખી છે.
સર્વજ્ઞતાના તો મહિમાની વાત જ શી! એ સર્વજ્ઞની ઓળખાણમાં પણ કેવા અપૂર્વ ભાવ છે ને તેમાં કેવો પુરુષાર્થ છે તેની લોકોને ખબર નથી. સર્વજ્ઞદેવને ઓળખતાં મુમુક્ષુને તેમના પ્રત્યે અપાર ભક્તિ ઉલ્લસે છે. જ્યાં પૂર્ણ જ્ઞાન-આનંદને પામેલા એવા સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઓળખાણપૂર્વકની ખરેખરી ભક્તિ ઊછળી ત્યાં હવે બીજા કોઈનો (પુણ્યનો કે સંયોગનો) મહિમા રહે જ નહિ, તેનો આદર રહે નહિ, ને ભવમાં રખડવાનો પણ સન્દહ રહે નહિ. અરે, જ્યાં જ્ઞાનસ્વભાવનો આદર કર્યો ને જે જ્ઞાનમાં સર્વજ્ઞને બેસાડયા તે જ્ઞાનમાં હવે ભવ કેવા ? જ્ઞાનમાં ભવ નથી, ભવનો સંદેહ નથી. અરે જીવ! એકવાર તો સર્વજ્ઞને ઓળખીને એનાં ગાણાં ગા. આ પૃથ્વીનું હરણિયું પણ જિન ભગવાનના ગાણાં સાંભળવા ઠેઠ ચંદ્રલોકમાં ગયું, તો અહીં સન્તો સર્વજ્ઞતાના મહિમાના ગુણગાન સંભળાવે ને તે સાંભળતાં મુમુક્ષુને ભક્તિ ન ઉલ્લસે એ કેમ બને? આવા સર્વજ્ઞની ઓળખાણ એ શ્રાવકનું પહેલું લક્ષણ છે, ને એ ધર્મનું મૂળ છે. સર્વજ્ઞને જે ઓળખાતો નથી, તેમના વચનમાં જેને ભ્રમ છે ને વિપરીત માર્ગને માને છે તેને તો શ્રાવકપણું હોતું નથી ને શુભભાવનું ય ઠેકાણું નથી, મિથ્યાત્વની તીવ્રતાને લીધે તેને મહાપાપી અથવા અપાત્ર કહ્યો છે. માટે મુમુક્ષુએ સૌથી પહેલાં સર્વજ્ઞદેવની ઓળખાણ કરવી-એ તાત્પર્ય છે.
અહો નાથ ! આપે એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકને સાક્ષાત જાણ્યા ને દિવ્યવાણીમાં આત્માના સર્વજ્ઞરવભાવને જાહેર કર્યો; આપની તે વાણી અમે સાંભળી, તો હવે આપની સર્વજ્ઞતામાં કે મારા જ્ઞાનસ્વભાવમાં સંદેહ ન રહ્યો. આત્મામાં શક્તિ ભરી છે તેમાંથી સર્વજ્ઞતા ખૂલે છે-એવી આત્મશક્તિની જેને પ્રતીત નથી ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com