________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ
| [૧] સર્વજ્ઞદેવની શ્રદ્ધાપૂર્વક શ્રાવકધર્મ
શ્રાવકને પ્રથમ તો ભગવાન સર્વશદેવની અને તેમનાં વચનોની ઓળખાણ તથા શ્રદ્ધા હોય. સર્વજ્ઞના સ્વરૂપમાં અને તેમના વચનમાં જેને ભ્રમ હોય તે તો મિથ્યાત્વના મહા પાપમાં પડેલો છે, તેને દેશવ્રત કે શ્રાવકપણું હોય નહિ.
તે વાત કહે છે. बाह्याभ्यन्तरसंगवर्जनतया ध्यानेन शुक्लेन यः कृत्वा कर्मचतुष्टयक्षयमगात् सर्वज्ञतां निश्चिताम्। तेनोक्तानि वचांसि धर्मकथने सत्यानि नान्यानि तद्
भ्राम्यत्यत्र मतिस्तु यस्य स महापापी न भव्योऽथवा।।१।। દેશવ્રતરૂપ શ્રાવકધર્મનું વર્ણન કરતાં સૌથી પહેલાં કહે છે કે સર્વજ્ઞદેવે કહેલું ધર્મનું સ્વરૂપ જ સત્ય છે, એ સિવાય બીજાનું કહેલું સત્ય નથી, –એની શ્રાવકને નિઃશંક શ્રદ્ધા હોવી જોઈએ; કેમ કે ધર્મના મૂળ પ્રણેતા સર્વજ્ઞદેવ છે, તેનો જ જેને નિર્ણય નથી તેને ધર્મનો નિર્ણય થઈ શકે નહિ.
જે સર્વજ્ઞ થયા તે કેવી રીતે થયા?
સમસ્ત બાહ્ય તથા અભ્યતર પરિગ્રહને છોડીને અને શુક્લધ્યાન વડે ચાર ઘાતિ કર્મોનો નાશ કરીને સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું.' જુઓ, શુક્લધ્યાન કહો કે શુદ્ધોપયોગ કહો, તેના વડે કર્મોનો ક્ષય થઈને સર્વજ્ઞતા પ્રગટે છે, પણ બહારના કોઈ સાધન વડ કે રાગના અવલંબન વડે કાંઈ સર્વજ્ઞતા પ્રગટતી નથી. મોક્ષમાર્ગ પ્રકાશકના મંગલાચરણમાં પણ અરિહંતદેવને નમસ્કાર કરતાં પં. શ્રી ટોડરમલ્લજીએ કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com